________________
પ્રકરણ ૨૦ મું
૧૭૩
નગરમાં અગ્નિ લેવા ગયે. એકલી પડેલી વીરમતી ભય પામેલી હોવાથી જરા દૂર ખસીને પતિની રાહ જોવા લાગી.
ચિતામાં બેઠેલી સાસુ પણ આ તકનો લાભ લઈ આસ્તેથી ચિતામાંથી ઉઠીને ધીમે પગલે નજીકના વૃક્ષ ઉપર ચઢી ગઈ. ઘેડીક વારે અગ્નિ લઈને આવેલા વીરષ્ટીએ ચિતામાં ગ્નિ મુકી સળગાવી દીધી ને વીરમતીએ એમાં મદદ કરી. સાસુનું નડતર એવી રીતે દૂર કરાવી વીરમતી પતિ માથે ઘેર આવીને નચિંત થઇને સુતી.
દેવગે તેજ રાત્રીએ કેટલાક એ શ્રીપુરનગરમાં કેઈક શ્રીમંતના ઘરમાં પ્રવેશ કરી પટી તોડી વસ્ત્રાભૂષણ લઈને ફરતા ફરતા તેજ વૃક્ષ નીચે આવ્યા. ત્યાં બેસી અગ્નિ સળગાવી તેના પ્રકાશમાં પેલાં આભૂષણને કીમતી વસ્ત્રોના ભાગ પાડવા લાગ્યા. વૃક્ષ ઉપર રહેલી પેલી બુદ્ધિશાળી વૃદ્ધા મનમાં વિચાર કરવા લાગી, “ અરે ! આ દુષ્ટી પાસેથી હરામથી મેળવેલ ધન શી રીતે તફડાવવું ?” મનમાં કાંઈક નિશ્ચય કરતી માથાના વૈત વાળ ખુલ્લા-છુટા મુકી, પહેરેલું લુગડું કમરે બાંધી, કછોટાવાળી ખાઉં ? ખાઉં ? કરતી તે વૃક્ષ ઉપરથી નીચે ઉતરવા લાગી.
અગ્નિના મંદ મંદ પ્રકાશમાં ડાકણ જેવી આ સ્ત્રીને જોઈ ચોરે ગભરાયા, “ આ ડાકણ તો આપણને ખાઈ જશે કે શું ?” એ ભયંકર રૂપધારી સ્ત્રીને જોતાંજ પેલાં આભૂપણ એમનાં એમ મૂકીને જેને જ્યાં ઠીક પડયું તે દિશા તરફ મુઠીઓ વાળીને ચોર નાઠા
ચોરના ભાગી જવા પછી ખુશી થતી ને મલકાતી એ વૃદ્ધાએ પેલાં સારાં વસ્ત્ર પહેરી લીધાં ને પોતાનાં જીણ વન્સમાં બીજા કામતી આભૂષણ ને વસ્ત્રની એક મેડી પાટલી કરી માથે મુકીને તે પોતાને ઘેર આવી.