________________
પ્રકરણ ૧૫ મું
૧૨૫ ટિકના મકાનમાં જઈ તીર્થિક જેવો વેશ કરી ખભે બે કાવડને ભરાવી નગરમાં ચાલે ફરતો ફરતા નગરીના પૂર્વ દરવાજા આગળ ચોરની શાધના પરિશ્રમથી શ્રમિત થયેલો કેટવાળ જ્યાં બેઠા હતા ત્યાં જઈને, “મામા! આપને નમસ્કાર કરૂં છું” એમ બેલતો સર્વહર સિંહ કેટવાલને નમ્યો.
આકાર, વણ અને સ્વરૂપથી પિતાના ભાણેજ સરખે. જાણી. પિતાને ભાણેજ જાણું તેની ખબર અંતર પૂછી. “ક્યાં કયાં યાત્રા કરી, શું શું નવીન જોયું?” વિગેરે પૂછ્યું. | મામાના પ્રશ્નના જવાબમાં ભાણેજ બે, “મામા! તમારી કૃપાથી ગંગા, ગોદાવરી, ગોમતી, નર્મદા આદિ મોટાં મોટાં તીર્થોની મેં યાત્રા કરી. આ કાવડમાં ગંગા, અને ગોદાવરીનાં પવિત્ર જળ લાવેલો છું તે આપ ગ્રહણ કરીને પાપરહિત થાઓ !” ભાણેજની હકીકત સાંભળી સિંહ કેટવાળ હર્ષથી ગંગા મેદાવરીનાં જળનું આચમન કરી પવિત્ર-શુદ્ધ થયે
મામા ! આજ ઘણે વર્ષે હા છતાં તમે ઉદાસ કેમ છો? તમારે શું દુઃખ આવી પડયું છે કે ચિંતાથી વાદળમાં રહેલા સૂર્યની જેમ તમે નિસ્તેજ થઈ ગયા છે ?
અરે એક ચોર રાજાના મહેલમાંથી આભૂષણ ચેરી ગયા છે, તેને પકડવાની મેં પ્રતિજ્ઞા કરી છે. આજ એ પ્રતિજ્ઞાને છેલ્લે દિવસ હોવાથી ચોરને પકડવાના અનેક ઉપાય છતાં એ પકડાયો નથી, તેથી આવતી કાલે રાજા આપણું સર્વસ્વ લુંટી લેશે-પાયમાલ કરશે. ”
દુઃખી મામાની કથની સાંભળી ભાણેજ મનમાં કંઈક નિશ્ચય કરતો બે “મામા ! તમે ચોરને પકવાની