SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. સમજી પોતે કુમારીએ તેને આલિંગન આપ્યું-હૃદયથી સ્વીકાર્યો. પછી રાજાએ તે પિતાને હાર લઈને તે બંને વસ્ત્રો તેને આપ્યાં. અહીં રાજા અને અજાપુત્રનું સ્તનત્વ સમાન હતું. તેવામાં પોતાના પર કુમારીને સ્નેહ જોઈ, મર્કટે અજાપુત્રને નેત્રસજ્ઞાથી જણાવ્યું કે–“હું તમારી સાથે આવીશ નહિ.” એટલે અજા પુત્ર પિતાના જળ-ચૂર્ણ લઈ, બહુબુદ્ધિને જણાવી, મકરનર સહિત તે નગરથી આગળ ચાલ્યા. માર્ગે ચાલતાં એકદા મધ્યાન્હ સમય થતાં હાથીએ હરણ કરેલ કે પુરૂષ સન્મુખ તેના જેવામાં આવતાં, તે શિથિલ અને લગભગ અચેતન જે થઈ ગયેલ, જેથી તેણે હાથીને ચૂર્ણ સહિત એક મેક નાખે. તે ખાતાં પેલે હસ્તી પુરૂષ બની ગયે. પછી તેણે બહુજ આશ્વાસન આપતાં પેલા અન્ય પુરૂષને પૂછયું કે–“હે મહાભાગ! તું કેણુ છે?” તેણે જવાબમાં જણાવ્યું કે–“બધા વૈરીને ઉછેદ કરનાર વિજયપુરના સ્વામી મહાસેન રાજાને હું વિમલવાહન નામે પુલ છું. હાથીને ફેરવવા માટે આરૂઢ થતાં એ મસ્ત કુંજર કાયાથકી જીવ લઈ જનાર કર્મની જેમ ક્ષણવારમાં તે નગર થકી મને હરણ કરી આવ્યો. તે પછી હું બેભાન થવાથી કશું જાણતું નથી, પણ અત્યારે તમે પોતે મને પવન નાખે છે, તે જોઉં છું એટલે અજાપુત્રે તેને પિતાનું ભાતું ખવરાવ્યું અને તે બધા એક યક્ષના મંદિરમાં વનની અંદર રહ્યા. ત્યાં કુમાર બહુ દુઃખી હોવાથી જાગતે રહ્યો અને બીજા સુઈ ગયા. એવામાં શબ્દ આવતાં તે જાણવા માટે કુમાર બહાર નીકળે અને ત્યાં ભમતાં, વૃક્ષપર રહેલ અને “તું ત્યાં કેમ રહ્યો?” એમ શુક પ્રત્યે પ્રશ્ન કરતી એક શુકનારી–શુકી તેના સાંભળવામાં આવી. ત્યારે કુમાર ચિંતવવા લાગે કે–આ વિયાગી શકયુગલ ભેગા થયા છે અને પરસ્પર કૌશલ પૂછે છે, ઠીક છે, શુક શે જવાબ આપે છે, તે તે સાંભળું.”એમ ધારી તે છાની રીતે મંદિર પર ચડા.
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy