________________
૧૨
શ્રી ચંદ્રપ્રભસ્વામિચરિત્ર.
'
તૈયાર થયા. એવામાં આમતેમ ભમતા અને કઠે લટકતા હારયુક્ત કોઇ વાનર તે પછેડી આગળ ગયા. ત્યાં ગાંઠે બાંધેલ ફળ સુંઘતાં ખાવાની ઇચ્છાથી પગવતી ગાંઠ છેાડી, તે ફળ લઇને ભાગી ગયા. તેવામાં અજાપુત્ર સ્નાન કરીને આવતાં જેટલામાં પછેડી જુએ છે, તેા પુત્રશૂન્ય લક્ષ્મીની જેમ તે જોવામાં આવી. એટલે વજ્રને બરાબર જોતાં પણ ફળ ન મળવાથી ભય અને વિસ્મય પામતા તે મૂઢાત્મા ચિંતવવા લાગ્યા કે આ નિર્જન અરણ્યમાં અત્યારે સરાવરપર કોઇ આવેલ નથી, તા અકસ્માત મારા પુણ્યની જેમ તે ફળનુ કાણું હરણ કર્યું હશે ?? એમ ચિતવી ચાતરફ ષ્ટિ ફેરવતાં, વિસ્મય પામી તે જેટલામાં બેઠા છે, તેટલામાં સાક્ષાત મન્મથ સમાન એક પુરૂષ આવ્યા, તે તરત પાસે આવતાં અંજલિ જોડી, અજાપુત્રને નમીને અમૃત -સમાન ભાષાથી કહેવા લાગ્યા——હૈ મહાભાગ ! તે તારૂં ફળ લેનાર વાનર હું પાતે, કે જેના ખિટ–વૃંતનો રસ ખાવાથી હું ક્ષણવારમાં પુરૂષ બન્યા છે, તેા હવે મહેરબાની કરી, તારૂં તે અક્ષત ફળ અને
આ મુક્તાફળની માળા સ્વીકાર તથા મારાપર અનુગ્રહ કર. હવેથી હું તારા દાસ, નૃત્ય અને કિંકર છું. અથવા તો તે મને દુષ્પ્રાપ્ય મનુષ્યભવ આપ્યા. તું જ્યાં જઇશ, ત્યાં હું છાયાની જેમ તારીસાથે આવવાનો છુ’' એમ કહી તેણે અજાપુત્રને હારસહિત ફળ આપ્યું. અજાપુત્રે તેનુ વચન સાંભળતાં વિચાર કર્યાં કે—‘ મને વ્યંતરીએ આપેલ આ ફળનું પ્રથમ ફળ મળ્યું કે એનું તિર્ય ંચપણું મટી રમ્ય મનુષ્યત્વ આવ્યું. વળી ‘એકલા ન જવું ’ એ કહેવત પ્રમાણે આ મારો સહગામી સખા થયા. દેવતા-અધિષ્ઠિત મંત્ર, ફળ, ચૂર્ણ, ઔષધ અને જળથી પ્રાણીના રૂપનું પરાવર્ત્તન થાય, તેમાં સંશય નથી. ’ એમ વિચારી, તેણે આપેલ ફળ અને મુક્તામાળા લઈ, શાખામૃગ પુરૂષની સાથે તે આગળ ચાલ્યા. જતાં જતાં