________________
ઉપર
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
છતાં દાનપ્રિય બહાર નીકળીને સ્થિર ઉભે રહ્યો, ત્યારે દાનપ્રિયને જઈલેકે કહેવા લાગ્યા કે—“અહો ! આ દાનપ્રિય અંદર ભૂમિમાં કેમ પેઠે અને એકલે આ મૂર્તિ ઉપાધિ કેમ શક? એ મૂર્તિ નિસ્પૃહ વિના તે ઉપાડજ ન શકાય, જેથી એ મૂત્તિને ઉપાડવાથી આ પુરૂષ અવશ્ય નિસ્પૃહ છે.” પછી યક્ષે જિનપ્રતિમાને ઉદ્ધાર કરવા સુવર્ણથી બનાવેલ નીચે દાનપ્રિયનું પ્રતિબિંબ મૂકીને તેને મુક્ત કર્યો. ત્યારે લોકો દાનપ્રિયને મેટેથી આશિષ આપતાં, જિદ્ધારથી પુણ્ય મેળવનાર તેને પૂર્ણ અક્ષતથી વધાવવા લાગ્યા, એવામાં ચંદ્રમાને ઉદય થતાં તેનાં કિરણેથી સ્પર્શ પામેલ ચંદ્રકાંતની તે જિનમૂર્તાિમાંથી જળ ઝરવા લાગ્યું. તે જળ સિંચન કરાતાં રાજસુત નિરેગી થયે, તેમજ બીજા લેકે પણ રોગરહિત થયા. પછી યક્ષે તરત ત્યાં રત્નાને એક પ્રાસાદ બનાવ્યું. અને રાજાને આદેશ કર્યો કે આ જિનેશ્વર સદા આરાધવા લાયક છે,” એમ કહી તે અદશ્ય થયે. એટલે પૂર્ણ—મને રથ રાજા તથા અન્ય લેકે સ્વામીને ભારે ભકિતથી પૂજવા લાગ્યા.
ત્યાં રાજાએ વિચાર કર્યો કે “એ દાનપ્રિય અગાધ ભૂમિના મધ્યભાગમાંથી સ્વામીને લઈ આવ્યું, તેમજ નિસ્પૃહમાં અગ્રેસર એવા એ દાનપ્રિયને મારે મંત્રી બનાવું.” એમ ધારી દાનપ્રિયને રાજાએ ભારે પ્રેમથી બધા રાજ્યકામમાં મુખ્ય મંત્રી કરીને સ્થાપે. નિઃસ્પૃહપણે કારભાર ચલાવતાં તે અશુભ કર્મથી બંધાયે નહિ, પણ નીતિથી પ્રજા પાળતાં તેણે યશ-ધર્મનું ઉપાર્જન કર્યું. એ પ્રમાણે પરધન વર્જતાં પ્રભુતા પામી, અને પ્રાંતે જિનદીક્ષા લઈ દાનપ્રિય સ્વર્ગે ગયે. માટે પરદ્રવ્ય વર્જવાને નયમ આદરી, શુભ ભાવરૂપ આત્માને સુખપાત્ર બનાવે.”