SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ઉપર અસંમતની કથા. ૩૨૫ ભાવના ઉપર અસંમત પુરૂષની કથા. ર વિક છ ! કાયની જીવહિંસારૂપ વૃક્ષને તજી, ભાવનારૂપ ને માલતી પ્રત્યે ગયેલ આત્મારૂપ મધુકર, રસાસ્વાદS વડે નિવૃત્તિ-શાંતિને પામે છે. હજારે ભ કરતાં * બ્રમણની રજથી ખરડાયેલ આત્મા ભાવના–નદીમાં છે સ્નાન કરવાથી શુચિ-પાવન થાય. જ્યાં સુધી આત્મા ભાવનાના મુખ-ચુંબનને પામતા નથી, ત્યાંસુધી એ અન્યત્ર આસકત બને છે, તેમાં સંશય નથી. જ્યારે આત્મા પિતાના પર પ્રસન્ન થઈ ભાવનાને સ્વીકાર કરશે, ત્યારે અસમંત પુરૂષની જેમ સ્વાર્થને મેળવશે. તે દષ્ટાંત આ પ્રમાણે છે – રત્નપુરમાં ન્યાયવાન અરિમર્દન નામે રાજા કે જેના ભૂભગથી સન્યસહિત શત્રુરાજાએ ભંગ પામ્યા. તે રાજાને લલિતાંગ નામે કુમાર પ્રાણ કરતાં પણ વલ્લુભ હતે. એકદા વસંત સમયે ઉદ્યાનમાં તે રમવા ગયો. ત્યાં કીડા કરતાં તેણે એક મંત્રિપત્ની જોઈ, તેને જોતાં પ્રશાંત તે કુમારના મનમાં તેના પ્રત્યે વિકારભાવ પેદા થયે. એટલે તેણે પોતાના એક મિત્રને પૂછયું કે–એ રમણ સાથે કયાં અને કેમ મેલાપ થાય પછી તેણે તેણીને પૂછાવતાં, તેણે સ્નેહપૂર્વક જવાબ મેક કે–“હું એક ક્ષણ પણ ઘરથી બહાર નીકળી શકે તેમ નથી. ઈર્ષાળુ પતિ આ દિવસ જેતે રહે છે અને મારા પ્રત્યે તેણે બહુ સખ્તાઈ રાખી છે, તેમ છતાં એક ઉપાય છે તે અતિ દુષ્કર છે—મારા ઘર પાસે એક કૂવે છે, ત્યાં સુરંગ દેવરાવે. ફૂપની પ્રાંતે પુરૂષ અને સુરંગમાં તારક પુરૂષે તૈયાર રાખે. હું કુટુંબ સાથે કલહ કરતાં રેષ કરી, કાંતને તજી, લોકેની દષ્ટિ ચૂકાવી, તે કૂવામાં પીશ, એટલે પડતાંજ મને સુરંગના પુરૂષ મને પકડી સુરંગમાં લઈ જાય, તે હું એ માર્ગે કુમાર પાસે આવી
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy