SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીને જન્મ મહેાત્સવ. ૨૩૩ થતાં ઇંદ્રને પ્રતિહારે કહ્યું કે સ્વામિન્ ! આસન કપિતમાત્ર થતાં તમારે આટલા સંભ્રમ કરવાની જરૂર નથી. તમારા સેવકે ત્રણે લોકના પ્રલય કરવા સમર્થ છે, તે મને આજ્ઞા કરો કે હે ચિપતિ ! હું શું કરૂ ? તમારા પ્રભાવથી મારે ત્રણે ભુવનમાં કાંઈ અ સાધ્ય નથી.’ એટલે મનનું સમાધાન કરતાં અવધિજ્ઞાનથી આઠમા જિનેશના જન્મ જાણી, દેવેદ્રતત્કાલ રામાંચિત થયા અને વિનયથી સિંહાસન થકી ઉઠી, જિનની સન્મુખ સાત આઠ પગલાં જઇ, એક વસ્ત્રના ઉત્તરાસણે, લલાટે અંજલી જોડી, નમોસ્થુળ ગરિ દ્વૈતાળ ? ઇત્યાદિ શાશ્વત પદ્માએ ઇંદ્રે ભકિતભાવથી અષ્ટમ જિનેશ્વરની સ્તવના કરી. પછી સિ ંહાસનપર બેસતાં તેણે પ્રતિહારને કહ્યુ કે... અરે! ધિક્કાર છે કે જીએ, મે કેવું અયુકત પાપ ચિંતવ્યું? અત્યારે જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે નગરીમાં આઠમા અરિહંત જન્મ્યા છે, માટે તમે સેનાધિપતિઆને કહેા કે ઈંદ્રની આજ્ઞાથી તમે ઉંચેથી સુઘાષા ઘંટા વગાડો, એટલે તેમણે સુધાષા ઘંટા વગાડતાં એકી સાથે, એક ગાનારની પાછળ અન્ય ગાનારના અવાજની જેમ અથવા જાણે લગ્નવેળા થતાં ઉંચેથી વાજીત્રા વાગે, તેમ બધી ઘંટાના અદ્ભુત ધ્વનિ ઉછળી રહ્યો. ત્યારે દેવતા સાવધાન થતાં તેણે ઈંદ્રાદેશ સંભળાવ્ચેા કે— હે દેવા ! ભરતક્ષેત્રમાં તીથંકરના જન્મ થયા છે; માટે તમે ઈંદ્ર પાસે ચાલેા, એમ તે તમને આજ્ઞા કરે છે.’ એમ સાંભળતાં, દેવીયુકત પ્રમાદ પામતા દેવા ઈંદ્ર પાસે આવ્યા. પછી પાલક નામના આભિયોગિક દેવને પાલક વિમાન તૈયાર કરવા ઇંદ્રે હુકમ કર્યાં. એટલે તેણે વ્યિ શક્તિથી પાંચ સે। યાજન ઉંચુ અને એક લાખ જન વિસ્તૃત વિમાન તરતજ તૈયાર કર્યું, તેના મધ્યભાગે મેરૂના શિખર સમાન સુવણૅ સિંહાસન રચી, તે ઈંદ્ર પાસે લઈ આવ્યા. ત્યારે સામાનિક દેવા અને અપ્સરાઓ સહિત, ભારે
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy