________________
શ્રી ચંદ્રપ્રભસ્વામીને જન્મ મહોત્સવ.
૨૩૧
દેવીને ત્રણ પ્રદક્ષિણ દઈ, વંદન કરી, તે કહેવા લાગી કે–“હે ત્રણ જગતની માતા ! તને નમસ્કાર છે. હે જીવન દાયક! તું જયવંતી રહે. અમે અલેક–વાસી આઠ દિશિકુમારીઓ, અવધિજ્ઞાનથી પાવન જિન જન્મ જાણી, તેને મહત્સવ કરવા પ્રભુના પ્રભાવે આવી. માટે તમે અમથી બહીશે નહિ.” એમ કહી તેમણે સંવત્ત–વાયુવડે કાંકરા પ્રમુખ દૂર કર્યા. અલેક્શી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિણું અને બલાહકા એ આઠે કુમારીઓ ગંદક વરસાવીને એક જનમાં પુપે વિખેરવા લાગી. પછી પૂર્વરચકની વસનારી નંદા, દેત્તરા, સુનંદા, નંદિવર્ધન, વિજ્યા, વયંતી, જયંતી, અને અપરાજિતા એ આઠ કુમારિકાઓ હાથમાં મણિ-દર્પણ લઈ જિનગુણ ગાતી, જિનમાતા પાસે ઉભી રહી. દક્ષિણરૂચકની સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશેધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, અને વસુંધરા એ આઠ હાથમાં કળશ લઈ, પ્રભુ ગુણ ગાતી, દક્ષિણદિશામાં ઉભી રહી. પશ્ચિમરૂચકથી આવનાર ઇલાદેવી, સુરાદેવી, પથિવી, પાવતી, એકનાસા, નવમિકા, સીતા અને ભદ્રા એ આઠ કુમારીઓ પંખા લઈ, ભગવંતના ગુણ ગાતી, પશ્ચિમ ભાગમાં ઉભી રહી. ઉત્તરરૂચકની વસનારી વારૂણ, પુંડરીકા, મિકેશા, અલભુષા, હાસા, સર્વપ્રભા, શ્રી અને હીદેવી એ આઠ ચામર લઈ, જિનસ્તુતિ કરતી ઉત્તર ભાગે ઉભી રહી. ચાર વિદિશાના રૂચથી ચિત્રા, સાદામની, સુપ અને ચિત્ર મેઘા એ ચાર કુમારિકાઓ હાથમાં દીપક લઈ, વિદિશામાં ઉભી રહી. રૂચક દ્વીપના મધ્યમાં વસતી રૂપા, રૂપાસિકા, સ્વરૂપા અને રૂપકાવતી એ ચાર કુમારીઓએ ચાર અંગુલ વજી પ્રભુના નાભિનાલને છેદી, ભૂમિમાં દાટી, તેમાં મહા