________________
૨૨૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
અજાપુત્ર ભૂપાલ! ચંદ્રપ્રભ જિનના તીર્થમાં તું અવશ્યસિદ્ધ થઇશ. તે ચંદ્રપ્રભસ્વામી આ નગરીમાં ઈક્વાકુ-વંશમાં રાજા બની આઠમા તીર્થકર થશે. આ ભવમાં તું આયુષ્ય પાળી સ્વર્ગે જઈશ અને ફરી મનુષ્યભવ પામી, તે જિનને પ્રથમ ગણધર થઈશ.” - એ પ્રમાણે સાંભળતાં, ગુરૂવચન મનમાં સદહી, ભકિતથી બહુમાન કરી, ગુરૂને નમીને અમેદ પામતે અજા પુત્ર રાજા પિતાના સ્થાને આવ્યું. પછી તે ધર્મકર્મમાં વિશેષ સાવધાન થયા અને તીર્થયાત્રા કરતાં જિનધર્મની પ્રભાવના કરવા લાગે, આચારપ્રવીણ તે રાજાએ ભારે ભાવનાથી રત્ન-સુવર્ણનાં વિધિપૂર્વક જિનબિંબ સ્થાપન કરાવ્યાં; વળી જેનાથકી સંસારમાં પ્રાણીઓને કયાં અજ્ઞાનતા ન રહે, એવા શ્રુતજ્ઞાનનું તેણે પિતાના નામની જેમ અધ્યયન કર્યું. તે દયાપૂર્વક ધર્મ, શ્રદ્ધાપૂર્વક જિનપૂજા અને જિનની અપૂર્વ ભકિત કરવા લાગ્યું. સુવિધિ સાધુઓની ભકિત, જિનશાસનમાં અનુરાગ, સાધમિકેનું વાત્સલ્ય અને પૌષધકિયા પ્રમુખ તે વ્રત કરવામાં લીન થયે. પિતાના તેમજ અન્ય ગૃહસ્થ ના ગુણને તે ઉત્કૃષ્ટ માનતે અજા પુત્ર રાજષિ રાજ્ય ચલાવો અને અનુક્રમે રાજ્ય તજી, દીક્ષા લઈ, સ્વર્ગ–સુખ પામી, શ્રી ચંદ્રપ્રભ જિનેંદ્રના તીર્થમાં તે મેક્ષ–લક્ષ્મીને પામશે.
એ પ્રમાણે શ્રી દેવેદ્રાચાર્યવિરચિત શ્રી ચંદ્રપ્રભસ્વામિ-ચરિત્રમાં પૂર્વભવ અને પ્રસ્તાવિક
પરિચ્છેદ સમાપ્ત થયે.