SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. છે તે શું અમે નથી જાણતા? તેમજ તું દુષ્ટાશય, વિચારરહિત, અન્યાયમાં આસકત અને ન્યાયમાં વિરકત છે, તે પણ અમે જાણીએ છીએ, એટલા માટેજ વેપારીઓના વેપાર વૃથા જાય છે અને અમારા આશ્રમ પાસેના વૃક્ષો પ્રથમની જેમ ફળતાં નથી. અરે! બીજા અન્યાયની વાત તે દૂર રહો, પણ એવું કયાં હોય કે કુલીન અને પ્રશાંત સ્ત્રીને પરણીને તેને અનાદર કરે?” રાજાએ કહ્યુંહે મુનિ! “તમે અમ સત્યવાદીપર વૃથા કેપ ન કરે. અમે તમારે કોપ કે અપવાદ રહેનાર નથી.” આથી તાપસ વધારે કેપ બતાવતો સાહસથી બે —“અરે દુષ્યત! અપવાદ તે તું હમણાં જાણેજ છે, પરંતુ તે વખતે તું એમ નહોતે જાણતે કે એ કુળગૃહ આવું છે અને પૂર્વે નેહ બતાવી અંગીકાર કરેલ સ્ત્રી, તે સંગ્રામથી પણ તને જ સ્વીકારશે. એવામાં આચાર જાણનારા ધર્માધિકારી પ્રધાને છે કે – હે રાજન્ ! તમે એ મુનિપુત્રિને સહસા અનાદર ન કરે. તે કદાચ વખત જવાથી વિસરી ગઈ હશે, તે તેને અહીં બેલાવી, ઓળખી લે અગર વિવાહના સ્મરણરૂપ કંઈ નિશાની પૂછે.” રાજાએ એ વાત સ્વીકારતાં, મુનિએ શકુંતલાને લાવતાં, તાપસી સાથે તે હાજર થઈ. આ વખતે વસ્ત્રથી તેણે પિતાનું મુખ ઢાંકેલ તથા લજજાથી છાતીને પણ ઢાંકી હતી, તેને જેતાં પણ રાજાને યાદ ન આવવાથી તેણે તરતજ શકુંતલાને અનાદર કર્યો. એટલે શકુંતલા ચિંતવવા લાગી કે–અરે ! હવે મારી શી ગતિ? હું તે એકાંતમાં પરણું અને આ રાજા તે આમ બોલે છે, વળી મને અસતી સમજીને મુનિઓ પણ પોતાના આશ્રમમાં નહિલઈ જાય,તેમજ અન્યત્ર મને ક્યાંઈ પણ સ્થાન નથી. હવે શું કરું અને કયાં જાઉં? વળી આ રાજસભામાં હું બેલવાને પણ સમર્થ નથી. વચન બોલ્યા વિના રાજા માનશે કે પ્રતીતિ લાવશે નહિ.” એમ તે ચિંતવતી હતી, તેવામાં પ્રધાને કહ્યું કે – હભદ્રાસંબંધના સાક્ષીરૂપ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy