SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સન્માન પ્રમુખ દૂર થાય છે, મનવાંછના વિચ્છેદ થાય છે, જેથી વિકથા, કષાય, વગેરે તજી પુણ્ય સંચય કરી સમ્યકત્વધારી ભવ્ય અપુણ્યને દૂરથી પરાસ્ત કરે છે. આ કથા અહિં પૂર્ણ થાય છે. પા. ૨૬૮ થી પા. ર૭૨. તેજવંતમાં સૂર્યની જેમ ગુણોમાં વિનય વખણાય છે કે જેના ઉદયથી કર્મો બધા આચ્છાદિત થઈ જાય છે. મેધથકી જળવૃદ્ધિની જેમ વિનયથી સર્વ સંપદાઓ અને છેવટે કેવળ લાભ પણ વિનિતની જેમ પ્રાપ્ત થાય છે. વિનયગુણના સાધનથી સંપત્તિ, સુખ, ધર્મ પામી છેવટે વિનિત મોક્ષસુખ પામે છે. અહિં વિનય ઉપર વિનિતની કથા આપવામાં આવી છે જે બેધદાયક છે. પા. ર૭૩ થી પા. ર૭૭. જે પુરૂષ વિનયહિન હોય છે તે પ્રભુત્વ, સન્માન, લક્ષ્મી, સુખ કે પુણ્ય ભેગરાજની જેમ પામી શકતો નથી. અહિં ભેગરાજની કથા દુર્વિનય ઉપર કહેલી તે બધપ્રદ છે. પા. ૨૭૭ થી ૨૮૨. આ સંસાર સંગ્રામના ચતુર્ગતિરૂપ ચતુર્વિધ સૈન્યમાં મનુષ્યત્વરૂપ હસ્તી મુખ્ય છે તેનાથી અન્ય કંઈ શ્રેષ્ઠ નથી, તેની ઉપર આરૂઢ થયેલ જીવરૂપ રાજા કર્મરૂપ શત્રુઓને જીવે છે અને અન્ય ત્રણ ગતિરૂપ હસ્તીપર ચડતાં છવને કમ પરાભવ પમાડે છે, તે હસ્તી પણ દાનવડે જ સમર્થ અને પ્રતાપી ગણાય. દાનના પ્રભાવથી તે ભવરૂપ વૃક્ષોને ઉખેડી નાંખે છે. દુધે અંજનપાત્રની માફક સુખાભિલાષિ પુરૂષ ગૃહ-વ્યાપારને પછી પાપને દાનવડેજ ધાઈ. નાખે છે. દાનવડે પ્રાણી ધન પામે, દાનવડે સ્વર્ગ અને કામકેતુ રાજાની જેમ છેવટ મેક્ષ પામે છે. અહિં કામકેતુ રાજાની સ્ત્રી ચંદ્રકાંતા કાછના ગરૂડ ઉપર બેસી આકાશમાં ઉડે છે, પછવાડે કામકેતુ શોધવા નીકળે છે. ગરૂડ પર્વત સાથે અફળાઈ ભાંગી જાય છે, ચંદ્રકાન્તા ભૂમિ પર પડતાં મૂછ પામે છે, પછી ત્યાંથી ઉઠી ચાલતા જંગલમાં શ્રી ઋષભદેવ પ્રભુનું મંદિર જોવે છે, ત્યાં નમી ભક્તિપૂર્વક પૂજા કરી અને ત્યાંથી ચાલતા તે ભૂલી પડે છે, તેટલામાં એક જ્ઞાનીને ત્યાં દેખે છે, જેથી મુનિને નમી તેની દેશના સાંભળવા બેઠી. પ્રભુ પૂજા ઉપર ગુરૂ ઉપદેરા આપી રહ્યા બાદ ત્યાં એક મૃગ આવે છે, તેને અહિં કેમ આવ્યા તેમ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy