SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. 6 6 C એકદા સૂડીએ શેાકરહિત પુત્રને જન્મ આપ્યા. માબાપના લાલનપાલનથી તે બાળક વૃદ્ધિ પામતાં, એક વખતે સ્નેહને ઈંઢવામાં કુહાડા સમાન તે અનેના કલહ થયા અને ઉંચા નીચા વચન ખેલતાં તેમના પ્રેમબંધન શિથિલ પડતાં શુકી બેલી કે— હવેથી હું તારી સ્ત્રી નહિ અને તું મારે પતિ નહિ.’ ત્યારે શુક ખેલ્યા... મારા પુત્ર મને સોંપી દે.” શુકી બેલી— મારા બાળક તે હું મરતાં પણ તને આપનાર નથી.’ સુડા એલ્યા ‘મારા પુત્ર હું... બલાત્કારે લઈશ. શુ'તું જાણતી નથી કે પિતાના પુત્ર થાય અને પુત્રી માતાની થાય.’ શકીએ કહ્યુ— તે આપણે શ્રીવલ્લભ નગરમાં રત્નાંગદ રાજા પાસે જઇએ. તે કહેશે, તેમ કરીશુ.’ એમ કહી શુકીયત્નથી પુત્ર લઈ આગળ ચાલતાં શુક સાથે શ્રીવલ્લભ નગરમાં ગઇ. ત્યાં જાણે શત્રુને જીતનાર પ્રતાપના પુજ હાય તેવા રત્ન—સિંહાસનપર બેઠેલ રાજાની આગળ અકસ્માત્ શુક આવીને પડયા. એટલે રાજાએ હર્ષિત થઇ પૂછ્યું કે—‘ અરે ! આ શુક આવ્યા કયાંથી ? ’ તેવામાં તે ચાંચમાં માળક લઇ શકી આવી. તે અપત્યયુક્ત શુકયુગલને જોતાં કૌતુકથી હાથ લાંબા કરીને રત્નાંગદ રાજાએ તેમને હાથમાં લીધા. ત્યારે નિસાસા નાખતી શકી પેાતાને વૃત્તાંત રાજાને કહેતાં માલીકે— હું નાથ ! આ શુક મારા બાળકને ખલાત્કારે માગે ‘છે ? ’ શુક એક્ષ્ચા રાજન ! હુ એના ખીજક–બીજ વાવનાર છું, જેથી હું મારા પુત્રને માગુ છું. તે તેમાં મારે અન્યાય શા ? ' રાજા ચિતવવા લાગ્યા કે આ અને કંઈક પ્રણય—કલહથી પરસ્પર વિરક્ત થતાં, સ્નેહ-નિર્વાહ કરી શકતા નથી. શુકીને તજતાં કીર પાતે પુત્ર લેવા માગે છે અને અન્ય શરણરહિત શુકી તે આપવા ઈચ્છતી નથી. આ શુક તા પુરૂષત્વને લીધે ગમે તેમ વશે, પણ એક અપત્યવતી આ બિચારી સુડીનું શું થશે? માટે એ બાળક તા અવશ્ય " 6
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy