________________
અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત.
૧૯૧
પાછળ કહ્યું. પ્રધાન પણ જઈ, તેને ભક્તિ યુક્ત આર્ક વચનથી જાણે સ્નાન કરાવતે હેય તેમ તેને પાછી વાળીને તરત નગરમાં લઈ આવ્યું. પછી સંગીત સાંભળવા ભારે ઉત્કંઠા ધરાવતા જય રાજાએ સભામાં સામંતને બોલાવી, છીદાર મેકલીને તે ગાયકને બેલાવ્યું ત્યારે તરતજ સજ્જ થઈ, ચિત્રપટ લઈને તે રાજસભામાં ગયે. ત્યાં રાજાના આદેશથી અંતઃપુર પણ પડદાને આંતરે આવી બેઠું અને કન્યાંતઃપુર આવીને રાજા પાસે બેઠું, પરંતુ “જેને એ સમારંભ છે, તે પ્રિયા તે હજી આવી નહિ.” એમ ધારી ઉત્સાહ રહિતપણે તેણે કંઈક કાલક્ષેપ કર્યો.
એવામાં લલિતાએ વિચાર કર્યો કે – જે એને હમણું રાજસભામાં નહિ લઈ જાઉં, તે તે કથા એ રાજકન્યા સાંભળશે નહિ, અને તેથી મારા મિત્રને મનોરથ પૂર્ણ થવાને નથી, માટે ગમે તે રીતે રાજસુતાને સભામાં લઈ જાઉં, એમ ધારી, તે બેલી કે—હે સખી! તું તે પિતે કળા-કુશળ છે, તે પણ એ સંવાદમાં કંઈક નવું સાંભળવાનું મળશે. વળી રાજાએ સંગીત સાંભળવા તમને બોલાવેલ છે, તે આપણે ત્યાં જઈએ. કારણ કે સંગીત દુઃખને વિસરાવનાર છે. એમ સંભળાય છે કે દેશાંતરથી કેઈ આવેલ ગાયક રાજાની સમક્ષ સંગીત કરવાનું છે. તારા મેટા ભાઈએ પણ અહીં આવેલા છે, માટે શણગાર સજી, તમે ઉઠીને આગળ ચાલે. જેમ ધર્મની ખાતર દેવ—ચરિત્ર સાંભળવાની જરૂર છે, તેમ મનના વિનેદ માટે સંગીત સાંભળવું, એ પણ એક રીત છે” એમ લલિતાએ કહેતાં, અનંગસુંદરી ચાલવા તૈયાર થઈ. કારણ કે વધેલ અને સ્નેહીનું વચન ઓળંગાય નહિ. હવે લલિતાદિક સખીઓ સહિત અને સ્વચ્છ આનંદરસે પૂર્ણ એવી અનંગસુંદરી આવતાં રાજાની આજ્ઞાથી તે બેઠી. જયરાજાના મન-ચકેરને ચંદ્રમા સમાન અનંગસુંદરી પડદામાં બેસીને જેવા લાગી. તેની દષ્ટિરૂપે ચાંદનીવડે ક્ષીરસાગરની