________________
ચારિત્ર અંગિકાર કરે છે, કે તરત જ પ્રભુને ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાથે સ્નેહથી એક હજાર રાજાઓ દિક્ષા લે છે અને દેવે અને
દ્ધો મહોત્સવ કરી સ્વસ્થાને જાય છે. બીજે દિવસે પ્રભુ પદ્મપુરમાં સેમદત્ત રાજાને ઘેર પરમાત્રથી પારણું કરે છે. રાજાને ત્યાં સુવર્ણની વૃષ્ટિ થાય છે, દેવદંભી વાગે છે. સ્વામી ત્યાંથી નીકળી જે વનમાં દિક્ષામહોત્સવ થયો હતો ત્યાં પુન્નાગવૃક્ષ નીચે આવી પ્રતિમાઓ રહ્યા, ત્યાં ઈદ્રિ તથા ચિત્તને રેકી ધ્યાનમાં વિશેષ પ્રવૃત્ત થતાં અપ્રમત્ત ગુણસ્થાનને પામ્યા. અને અપૂર્વકરણે આરૂઢ થતાં, ક્ષપકશ્રેણુએ આવતાં ભગવંત શુકલધ્યાનના પ્રથમ પગથીએ ચડયા, ત્યાંથી અનિવૃતિ બાદર અને સૂક્ષ્મ સંપરાય એ નવમે દશમે ગુણસ્થાનકે આરૂઢ થઈ, ક્ષીણ મેહ ગુણસ્થાન પર આવ્યા એટલે શુકલધ્યાન બીજે પાયો થાય, અને ક્ષીણ મેહના અંતિમ ક્ષણે જતાં ઘાતિકર્મની પ્રકૃતિ ખપાવી, વ્રત લીધા પછી ત્રણ માસ જતાં ફાગણ મહિનાની સપ્તમીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને એગ થતાં, છઠ્ઠતપમાં વર્તતાં, શ્રી ચંદ્રપ્રભુસ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું, ઈદ્રોના આસન ચલાયમાન થતાં દેવતાઓ સહિત
ત્યાં આવી સમવસરણની રચના કરી. પછી પૂર્વધારે તેમાં પ્રવેશ કરી, ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા દઈ “નમો તિર્થક્ષ,’ કહી સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બિરાજ્યા. અહિં સમવસરણની રચનાનું વર્ણન અને ઇ કરેલ પ્રભુની
સ્વતિ વાંચવા જેવી છે. (૫. ૨૪૩ થી ૨૪૬) ઈદ્ર સ્તુતિ કર્યા પછી ભગવંત શ્રીચંદ્રપ્રભુ યોજનગામિની અને પાંત્રીશ ગુણયુક્ત વાણથી દેશના આપે છે. પ્રથમ ઔપમશિક, સાસ્વાદાન, ક્ષાયોપથમિક, વેદક અને ક્ષાયિક એ પાંચ પ્રકારના સમ્યકત્વનું વર્ણન કરે છે. સમ્યકત્વ દર્શનના ગુણથી રોચક, દીપક અને કારક ત્રણ ભેદો છે તે સ્વરૂપ જણવતાં, યતિ અને ગૃહસ્થધર્મનું મૂળ સમકિત બતાવી, પ્રભાવવંત યતિધર્મ અને ગૃહિધર્મની યથાસ્વરૂપ કથાઓ કહે છે. જેમાં મિથ્યાત્વરૂપી રાજા તેના આઠ કર્મોરૂપી આઠ સામંતવડે જીને કેમ સતાવે છે, હેરાન કરે છે, ધાડ પાડે છે અને ચક્રવતિ રાજા તે જિનેશ્વર, તેમની આજ્ઞા તે જિનવચનનું પાલન, અશ્વ તે યતિધર્મ તથા બાર વૃષભ તે બાર વતો તેના આદરવાથી દુષ્કર્મોને કેમ નાશ થાય છે, એ વગેરે દષ્ટાંતોને ઉપનયમાં