________________
હરિષ–શ્રીષેણની કથા.
૧૫૯
ગળે પ્રહાર કર્યો, પણ પુણ્યયેાગે તે પ્રહાર દ્વારના કાષ્ઠમાં અથડાયા, એટલે રાજા ભયને લીધે તરતજ પાછા બહાર ચાલ્યા ગયા,. ત્યાં અંતઃપુરની સ્ત્રીઓમાં માટેા કોલાહલ જાગ્યા અને તરવાર ખતાવતાં અંગરક્ષકો બધા દોડી આવ્યા. પછી રાજાએ પ્રધાનને હુકમ કર્યાં કે— એ સ્ત્રી હાવાથી મારે અવધ્ય છે, માટે તેને અત્યારે જ નગરીની બહાર કહાડી મૂકી. એમ કહી રાજા પેાતાના ભવનમાં આબ્યા. પછી મંત્રીએ કાલપાશિક ઘાતકને હુકમ કર્યાં કે– ૮ આ સ્ત્રીને કંઈક નિશાની કરીને અત્યારે જ નગરીથી કહાી મૂકેા.’ એટલે તે ઘાતક તેને પકડી પાતાના ઘરે જઈને વિચારવા લાગ્યા કે— અહા ! સારૂ થયું કે આ સ્ત્રી મને મળી, કારણ કે અત્યારે જ જન્મ પામેલ પુત્રની મે યક્ષની આગળ માનતા કરી કે સ્ત્રીના કાન, નાસા અને હાઠથી પૂજા કરવી. માટે હવે હમણાં જ આ સ્ત્રીને યક્ષના મદિરમાં લઈ જઈને એના કકિવડે હું પોતે આનંદથી યક્ષની પૂજા કરૂ? એમ ધારીતે ઘાતકે પેાતાના સંબંધીઆને સાદર લાવી, એ પુરૂષોએ પકડેલ હિરષણને તે યક્ષભવનમાં લઈ ગયા. હરિષેણુ વાઘની જેમ શૂરવીર છતાં તેમણે પકડેલ હાવાથી ભાગવાને અસમર્થાં થતાં તે યક્ષમદિરમાં ગયા, અને વિચારવા લાગ્યા કે અહા ! મને ધિક્કાર છે કે મેં રાજાનું મસ્તક ન છેદ્યું અને રાજાએ મારૂં શિર ન છેદ્યું. હવે તેા શસ્રરહિત બિચારા અકરાની જેમ ચંડાળ મારાં અંગ છેઢીને યક્ષની પ્રમાદ પૂજા કરશે. શ્રીષેણ મારા જોવામાં ન આવ્યેા અને સર્પના પ્રત્યુપકાર ન કર્યાં. હા ! દેવ ! ચંડાળના હાથે તેં મને મરણુ આપ્યું. વળી પૂર્વે રાજાને મારવા મેં જે સ્ત્રીત્વના સ્વીકાર કર્યાં, તેથી પુરૂષત્વ નાબુદ થતાં મારી ક્ષત્રિયતા પણ નાશ પામી.' એવામાં તે ચંડાળ યક્ષની પૂજા કરી, બહાર આવી, તેણે હરિષણના કર્ણાદિકમાં ચંદનનાં છાંટણાં કર્યાં, અને કહ્યું કે——‘ અરે ! નૃપાલી આ અમળારે તમે