________________
કિંચિત
આ સમગ્ર જગત અનેક વિચિત્રતાથી ભરપૂર છે. પ્રાણિ માત્રની વિવિધ શરીર રચના, વિવિધ ચૈતન્યશક્તિ, આધ્યાત્મિક દૃષ્ટિએ વસ્તુ સ્વભાવની સયાસત્ય માન્યતામાં વિચારભિન્નતા, પ્રાણિઓમાં વતી રાગદ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઇન્દ્રિયની ન્યૂનાધિકતા, સમાન ઈદ્રિ
આદિ સંયોગો હોવા છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક સુખદુઃખના સંગની અનુકુળતા તથા પ્રતિકુળતા, આત્મબળની હાનિ વૃદ્ધિ વિગેરે અનેક વિચિત્રતાઓ જોતાં વિચારશીલ માનવીને જરૂર વિચાર ઉદ્ભવે કે આવી બધી વિચિત્રતા શાથી? આ વિચિત્રતા હવામાં મૂળ કઈ વસ્તુ ભાગ ભજવી રહી છે, તે શોધવામાં સમજુ આત્મા જરૂર પ્રયત્નશીલ બને તે સ્વાભાવિક છે.
આ બધી બાબતોને સચોટ નિચેડ કાઢવા માટે આ પૃથ્વી પર અનાદિકાળથી મનુષ્ય અનેકવિધ પ્રયત્ન કરતે જ આવ્યો છે. એવા પ્રયત્નને પરિણામે પ્રાપ્ત થતા માર્ગને આધુનિક ભાષામાં વિજ્ઞાન કહેવાય છે. અને તેવા વિજ્ઞાનને આવિષ્કારક તે વિજ્ઞાનિક કહેવાય છે. પૃથ્વીપટ પર એવા વૈજ્ઞાનિકો અનેક થઈ ગયા છે. અને તેઓએ અનેક આવિષ્કાર કર્યા છે. પરંતુ વસ્તુને સચોટ નિચેડ તે હજુ સુધી કેઈ લાવી શક્યા નથી. વસ્તુના સચોટ નિચોડની પ્રાપ્તિ તે કેવળજ્ઞાન દિવાકર, સર્વ તત્ત્વરહસ્ય વેદી, વિશ્વોપકર્તા અને જગદુદ્ધર્તા શ્રી શ્રમણ