________________
१८
જૈન દર્શનને કર્મવાદ અને અનંતવીર્યરૂપ ગુણોને આછાદિત કરવાવાળા હોવાથી તે ઘાતી કર્મ કહેવાય છે. શેષ ચારકર્મ, આત્મગુણેના ઘાતક નહીં હોવાથી તે અઘાતકર્મ કહેવાય છે.
ચાર ઘાતકર્મોથી આત્માના અનંતજ્ઞાનાદિગુણ. ઢંકાઈ જતા હોવા છતાં પણ ન્યુનાધિક પ્રમાણમાં પ્રગટરૂપે તે તે ગુણે જીવમાં હોય જ છે. અર્થાત્ તે તે કર્મના આવરણથી તે તે ગુણે બિલકુલ તે ઢંકાઈ જતા જ નથી.
કર્મના બિસ્કુલ આવરણરહિત તે ગુણેના પ્રગટીકરણમાં તે ગુણે “ક્ષાયિક ભાવના” કહેવાય છે. અને કર્માવરણના સમયે તે ગુણ “ક્ષપશમિક” ભાવના કહેવાય છે. તેમાં ચારિત્રગુણ તે ઉપશમ અને ક્ષાપશમિક એમ બન્ને ભાવને પણ હોય છે. અર્થાત્ કર્મના ક્ષયથી તે ગુણ સંપૂર્ણરૂપે અને કર્મના ઉપશમથી ઉપશમિતપણે તથા પશમથી ન્યુનાધિકરૂપે પણ અપૂર્ણ હોય છે.
*