________________
૪૫
આત્માની વિભાવ દશા જીવનમાં પોતાનું સ્થાન શું છે? ધન, કીર્તિ–આબરૂ, ઈન્દ્રિયના વિષયની પ્રાપ્તિ, પુત્ર, પરિવાર આદિમાં પિતે કેટલે આગળ વધી રહ્યો છે, એ વિગેરે વિષયે અંગે મુખ્ય... પણે વર્તતું હોય છે. આ બન્ને દષ્ટિઓને અનુલક્ષીને સંસારી જીવેનું વર્ગીકરણ નીચે મુજબ ત્રણ વિભાગમાં. કરી શકાય છે.
(૧) જેના જીવનમાં વ્યાવહારિક દૃષ્ટિની મર્યાદાવાળા જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ પુષ્કળ પ્રમાણમાં હોય, અને આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રગટીકરણ અને વિકાસ, બીસ્કુલ હોય જ નહિ, એ જીવ.
(૨) જેના જીવનમાં વ્યાવહારિક જ્ઞાનનો વિકાસ બહુ જ ઓછો હોય, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રગટીક્ટરણ. અને વિકાસ વધુ હોય એવા જીવ.
(૩) જેઓમાં અને દૃષ્ટિઓથી સંબંધિત વિદ્યાઓ સુપ્રમાણમાં વિકસિત છે, એવા જીવ.
ઉપરોકત ત્રણે પ્રકારના જીવો પૈકી પહેલા પ્રકારના જીના જ્ઞાન-વિજ્ઞાનને જ્ઞાની મહાત્માઓએ અજ્ઞાનકેટિમાં ગણ્યું છે. એ જ્ઞાન-વિજ્ઞાનને અજ્ઞાન કહેવાનું કારણ એ છે કે, આધ્યાત્મિક દૃષ્ટિરહિત જ્ઞાન-વિજ્ઞાનને ઉપયોગ, આત્મશુદ્ધિના વિકાસમાં બિસ્કુલ નહિં હોવાથી, જગતમાં શાતિને બદલે અશાન્તિની જવાલાઓ દિન પ્રતિદિન પ્રગટ કરવામાં નિમિત્તભૂત થાય છે.