________________
૪૬૨
જૈન દર્શનને કર્મવાદ
વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જાય છે. જેથી એકાંત જડવાદ આવીને ઉભું રહે છે.
કમને ખ્યાલ બે રીતે પેદા કરવાનું છે. એક તે કર્મને નિયમ, કે જે નિયમ ઉપર જગતની નૈતિક વ્યવસ્થા સ્થાપિત છે; કર્મને બીજે ખ્યાલ એ છે કે જીવ અને પુદ્ગલના પરસ્પર સંબંધથી ઉત્પન્ન થતી એક શક્તિ, કે જેમાં ફળ આપવાની સત્તા છે. આ શક્તિ, કર્મ પુદ્ગલેમાં રહેલી છે, માટે તે દ્રષ્ટિએ કમ એ પૌગલિક છે, અને ફળ આપ્યા વિના તેને ક્ષય થતું નથી.
કર્મને વિશ્વવ્યાપી નિયમ, બીજા આર્યદર્શને માન્ય રાખે છે. સારા તેમજ માઠાં કૃત્યેનાં ફળ અવશ્ય મળે છે, એવું સર્વદર્શને એક અવાજે કહે છે. પણ તેમાં જીવ અને પુદગલમાં કેવી ક્રિયા થાય છે, તે બતાવવામાં આવતું નથી. દાખલા તરીકે ગુરૂત્વાકર્ષણને નિયમ સૌ માને છે, ભારે વસ્તુ હલકી વસ્તુને ખેંચે છે, એ એક પ્રત્યક્ષ હકીકત છે. લેહચુંબક બીજા સેઢાને ખેંચે છે, એ પણ જાણીતી હકીકત છે. પણ એ ખેંચવાની શક્તિ કયાંથી આવી? અને અરસ્પરસના ખેંચાણ વખતે બન્ને વસ્તુઓના પરમાણુ અને સ્કંધમાં કેવા કેવા ફેરફાર થાય છે, તે હકીકત વૈજ્ઞાનિક જ પ્રાગદ્વારા જાણે છે. તે પ્રમાણે કર્મને નિયમ તે બીજા દર્શને કબુલ રાખે છે, પણ કર્મની પ્રક્રિયામાં, જીવ અને પુદ્ગલમાં કેવા કેવા ફેરફાર થાય છે, કર્મની પ્રકૃતિ, સ્થિતિ આદિ કેમ બંધાય છે? કર્મને આશ્રવ અને બંધ