________________
૪૨
સંવર–નિર્જરા અને મેક્ષ ઈન્દ્રિયના વિષયેની અભિલાષા દૂર કરી શાન પરિણા , તિથી સિદ્ધાન્તમાં કહેલ વિધિ પ્રમાણે લૈકિફળની ઈચ્છા સિવાય જે તપ થાય, તે વિશુદ્ધતપ છે. નિસંગ અને મેહરહિત આત્મતત્વમાં એક્તારૂપ, બાધક પરભાવરૂપ આહારાદિના ગ્રહણને નિવારણ કરનાર જે તપ તેજ શ્રેષ્ઠ છે.
કેટલાક અજ્ઞાની મનુષ્યો બાહ્યતપને અનાદર કરે છે. તેવાઓ તે બાહ્યતાને બરાબર સમજ્યા જ નથી હોતા. જ્ઞાનીએાએ તે કહ્યું છે કે –
પ્રાયશ્ચિત્તાદિ ભાવતપ (અત્યંતરત૫) ને પરિણામ તે, સ્વરૂપમાં તન્મયતા છે. અને તે તપથી સકલકર્મને ક્ષય થાય છે, તે પણ અંતરંગતપની વૃદ્ધિનું કારણ અનશનાદિ બાહ્યતા પણ ઈષ્ટ છે. કારણ કે દ્રવ્ય (બાહ્ય) તપ તે, ભાવ (અર્થાતર) તપનું કારણ છે.
જેઓ જાણે છે કે, આ ભવમાંજ અમારે મોક્ષ થવાને છે, એવા અરિહંત પરમાત્મા પણ છવાસ્થ અવસ્થામાં ઘેર તપશ્ચર્યાઓ આદરી નિર્જરાધર્મ પ્રગટ કરી સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે. .
બાહ્યતપ અને અત્યંતર તપ, બને પરસ્પરેત્પાદક છે. એટલે બાહાતપથી અભ્યન્તર તપ પ્રગટ થાય છે, અને અભ્યન્તર તપથી તે બાહ્યતપ અવશ્ય થાય જ છે. છતાં કે બાહ્યતપ ઈષ્ટ છે, તે બતાવતાં મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સ્વરચિત તપગષ્ટ ના પહેલા કમાં, જ કહ્યું છે કે –