SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ જૈન દર્શનને કર્મવાદ વરતુ સ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતવન અને સમભાવરૂપ પરિણતિ છે, - ક્ષુધાતૃષા-ઠંડી–ગરમી-માન-અપમાન-રોગ-તકલીફ વિગેરે શાન્ત ભાવથી સહન કરવા અને પ્રભનની સામે લલચાવું નહિં, બુદ્ધિમતા કે વિદ્વતાને અહંકાર ન કરે અને બુદ્ધિમન્દતાદિ કારણે ઉદ્વિગ્ન ન થવું, એ વિગેરે, શાસ્ત્રમાં કહેલ બાવીસ પ્રકારના પરિષદમાં આત્મધર્મ ન ચૂકવે તે પરિષહય કહેવાય છે. ક્ષમા-મૃદુતા–બાજુતા – નિર્લોભતા-તપસંયમ (૫ મહાવ્રત, ૫ ઇંદ્રિય નિગ્રહ, ૪ કષાયને જય, અને મનવચન-કાયના અશુભ વ્યાપાર રૂ૫ ત્રણ દંડની નિવૃત્તિ એમ સત્તર પ્રકારને સંયમ) સત્ય-શૌચ-અપરિગ્રહ (અમમત્વ) અને બ્રહ્મચર્ય, એ દશ યતિધર્મ છે. વસ્તુસ્થિતિના કલ્યાણપ્રેરક ચિંતવનને ભાવના કહેવાય છે. મેહ-મમત્વ ને નબળા પાડી ફેકી દેવામાં ભાવનાનું બળ જ સારું કામ આપે છે. જૈનગ્રંથમાં એ માટે નીચે મુજબ બાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે. (૧) અનાસક્તિ ભાવ પેદા કરવા માટે દુન્યવી ચીની ક્ષણભંગુરતાના ચિંતવનને “અનિત્ય ભાવના” કહેવાય છે. (૨) ભૌતિક અનુકુળતાની પ્રાપ્ત સામગ્રીમાં વર્તતા - મિથ્યાભિમાનને રોકવા માટે “અશરણ ભાવના” છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy