________________
- ૩}
જૈન દર્શનના કર્મવાદ
કે પહેલાં પાંચ તે બાહ્યપ્રવૃત્તિમય હાવાથી તેની પ્રતિજ્ઞાનુ પાલન શકય છે. જ્યારે છેલ્લાં તેર તા અભ્યંતર અને વચન તથા વિચાર સ્વરૂપ હોવાથી તેની પ્રતિજ્ઞા અશકય નહિં તા દુઃશકય તા જરૂર છે. માટે પહેલાં પાંચની પ્રતિજ્ઞાપૂર્વક છેલ્લાં તેરમાં વિવેક રાખનારા અવિરતિથી મુક્ત જ ગણાય છે. અને એ રીતે અવિરતિથી મુક્ત થનાર મનુષ્યનુ મન, શેષ તેર પાપસ્થાનકના વિચારમાં કદાચ ભટકે તા પણ કોઈ કાર્ય ને નિપજાવવા તે સમથ થતું નથી. કારણકે તે તેર વડે થતા અનથ તા પહેલા પાંચમાં પ્રવત્ત વા વડે જ થાય છે. જેથી પાંચના પચ્ચકખાણી જીવાના, તેરના ઉત્પાતને તેા દૂધના ઉભરાની માફક બેસી જતાં વાર લાગતી નથી. પાંચનાં પચ્ચક્ખાણુ એ તેરની કિલ્લેબ"ધી છે. જેમ પાણી નાખવાથી ઉભરાતું દૂધ બહાર નીકળી શકતુ નથી. અને અંદરને અંદરજ સમાઈ જાય છે, તેવી રીતે તેર પાપસ્થાનકરૂપ દૂધના ઉભરામાં પહેલા પાંચનાં પચ્ચકખાણુરૂપ પાણી નાખવાથી તે ઉભરા જલ્દી બેસી જાય છે.
માટે જ જ્ઞાનિઓએ કહ્યુ છે કે અઢારે પાપસ્થાનકોને જીવનમાંથી હટાવવા માટે પહેલાં પાંચની પ્રતિજ્ઞા કરી લેવાનુ અત્યંત જરૂરી છે.
દુશ્મનાને નિઃશસ્ત્ર બનાવવાથી દુશ્મના કાયર બની છેવટે ભાગી જ જાય છે. તેવી રીતે પહેલાં પાંચ પાપસ્થાનક, તે શેષ પાપરૂપી દુશ્મનેાનાં શસ્રો છે. તે શસ્ર પડાવી લેવાથી