________________
૩૮૮
જૈન દર્શનને કર્મવાદ પ્રવૃત્તિ સાવઘમય હોવા છતાં અમને કર્મબંધ થતું નથી. આવી માન્યતા તે મિથ્યા આડંબર છે. એવાઓને પૂછાય કે મનમાં સ્કુર્યા વિના વચન કાયાથી સાવધ પ્રવૃત્તિ થઈ શાથી? અને મનથી જે કાર્યને તે સાવદ્યકારી માન્યું, તે કાર્યને ત્યાગ શક્ય હોવા છતાં તેમાં તારી ઈન્દ્રિયને કેમ પ્રવર્તાવી? જે સાવધ પ્રવૃત્તિમાં નહિ પ્રવર્તાવા પિતે શક્તિ માન છે. તેવી પ્રવૃત્તિમાં પ્રવર્તવા છતાંય અમારું મન ચેકબું છે, એમ કહેનાર ધૂર્ત છે. એટલે એવે સમયે તે ઈન્દ્રિય અને મન, બને બંધનું કારણ છે. ઈન્દ્રિયની પ્રવૃત્તિ તે વચન અને કાયાની પ્રવૃત્તિ કહેવાય છે.
કેઈ વખત કાયાથી સાવધ પ્રવૃત્તિ થઈ જવા છતાંય, મનની નિર્મલતા હોઈ શકે છે. પરંતુ આવું ત્યારેજ બને કે જ્યારે સાવધકાર્યોમાં પ્રવર્તાઈ ન જવાય એવી ખાસ સાવચેતીપૂર્વકના ધ્યેયપૂર્વક નિરવઘ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં આકસ્મિક સગે અને વિનાવિચારણાએ સાવદ્યપ્રવૃત્તિ થઈ જાય, ત્યારે. અહિં કાયાની તેવી પ્રવૃત્તિ હેવા છતાં મન શુદ્ધ હેવાથી તે સમયે કર્મબંધ થતું નથી. જેમકે છઘસ્થ સાધુ, ઈર્ષા સમિતિ (ઉપગપૂર્વક ચાલવા વડે) પૂર્વક જ્ઞાનાદિ કાર્યના અંગે જવાની ધારણાથી પગ ઉપાડે અને પછી કદાચ કોઈ જીવ તે સાધુને પગ મુકવાની, જગ્યા પર એચિંતે આવી પડે. સમિતિ ગુપ્તિવાળે તે સાધુ તે સમયે પિતાને કાયેગને નિવર્તાવી ન શકે, અને તેનાથી પગ મુકાઈ જવાથી પગ નીચે આવેલા તે