________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૫૧ માથા પર મુગટ લેવાની ભાવનાએ માથા પર હાથ જતાં માથાની ટાલ જોઈ સાધુપણાની સ્મૃતિએ ચમક્યા, અને માનસિક યુદ્ધથી વિરામ પામતાં કૃષ્ણલેશ્યા ગઈ
કેનું રાજ્ય અને કેને પુત્ર? કોને બચાવવાને હું પ્રયત્ન કરૂ છું ? એ વિચારે સંસારઆસક્તિ છુટતાં નીલલેશ્યા ગઈ
કે મિત્ર અને કણ દુશ્મન? પોતપોતાના કર્માનુસાર સંયેગો ઉત્પન્ન થાય છે. મનુષ્ય માત્ર તે નિમિત્ત છે. તે તે મિત્ર પણ નથી અને દુશ્મન પણ નથી. અનુકુળ અને પ્રતિકુળ સંગેની પ્રાપ્તિમાં પૂર્વકૃત કર્મો જ કારણભૂત છે. એ વિચારે કાપેતલેશ્યા ગઈ
જે રાજ્ય અને પુત્રના સંબંધે સિરાવ્યા છે, તેના ઉપર મમત્વભાવ શાને? “ નથિ એ રૂ એ રીત, મમત્વભાવ છે અને પૂર્વે કરેલા મમત્વભાવને પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત લઈ ધર્મમાં સ્થિર રહેવાની ભાવનાએ તેજેલેશ્યા ગઈ
આત્માના નિર્વિષયી ભાવથી પધલેશ્યા ગઈ અને ક્ષપકશ્રેણીના ભાવથી પરમ શુકલેશ્યા આવી.
લેશ્યાનું વરૂપ બાલ જ સરલ રીતે સમજી શકે એટલા માટે તે અંગે જાંબુ ખાનાર છ વટેમાર્ગ તથા છ ધાડપાડુઓનાં દ્રષ્ટાંતે પણ શાસ્ત્રમાં આપેલ છે. કૃષ્ણ લેશ્યા કરતાં નીલ ગ્લેશ્યા અનંતગુણી શુધ, નીલ કરતાં