SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭y. સ્થિતિબંધ-સબંધ અને પ્રદેશબંધ કકારની પ્રાપ્તિ અંગે પણ એ રીતે જ સમજવું. આ સિવાય કર્મની, ઉપરમુજબ લઘુતાની આવશ્યક્તા જણાવતાં વળી પણ શાસ્ત્રો કહે છે કે, ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલ કૃતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ, ગ્રન્વિદેશ પહોંચવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા આત્માઓ જ કરી શકે છે. કર્મ સ્થિતિની લઘુતાને અંગે ઉપર મુજબ નવકારમંત્ર-કરેમિભંતે અને શ્રી જિનેશ્વરદેવકથિત કૃતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ આચરનારાઓમાં એ પણ ચોક્કસ છે કે, “એ જેમાં કોઈ પણ કર્મ પૂર્ણ એક કડાકડિ સાગરોપમ સ્થિતિનું બંધાય, તેવા તીવ્ર ભાવના અશુભ પરિણામે પ્રગટતા જ નથી.” રસ્થિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા બધા જ જેમ ગ્રન્થિભેદ કરી, સમ્યક્ત્વને પામી જ જાય. એ નિયમ નહિ હોવા છતાં પણ, જીવ જ્યાં સુધી સ્થિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામે નહિ, ત્યાં સુધી તે જીવ ગ્રન્થિભેદ કરી સમ્યકત્વ પામી શકતે જ, નથી. તેવી જ રીતે નવકાર-કરેમિભંતે અને શ્રી જિનેશ્વરદેવ કથિત શ્રતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ અંગે સમજવું. ઉપર મુજબ લઘુ સ્થિતિબંધ હોય, તે પણ જે સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય તે તેમની એ સ્થિતિ કાયમ ટકી રહેનારી કહેવાય નહિ. વધુમાં વધુ અસંખ્યાતા કાળ પછી
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy