________________
૨૯૬
જૈન દર્શનને કર્મવાદ બાંધે, અને શરીરને આકાર, જુદી જુદી જાતિના જીવને આશ્રયી જુદાજુદા પ્રકારે કેવી રીતે ગોઠવાય છે? તે બધાયને સાચે ખ્યાલ આ પુદગલવિપાકી કર્મપ્રકૃતિને સમજવાથી જ થાય છે. પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ નહિ સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણમાં ગોથાં ખાય છે. એટલે પુદ્દગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે.
પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા જીવને વિપાકને અનુભવ કરાવનારી હવાને અંગે જ આ કર્મ– પ્રકૃતિઓ શાસ્ત્રમાં “પુદગલ વિપાકી” પ્રકૃતિ તરીકે ઓળખાય છે. તે ૭૨ પ્રકૃતિએ નીચે મુજબ છે.
શરીર નામકર્મ-પ. અંગોપાંગ નામકર્મ-૩ બંધન નામકર્મ–૧૫. સંઘાતન નામકર્મ–૫. સ હનન નામકર્મ-૬, સંસ્થાન નામકર્મ–૬. વર્ણ નામકર્મ–૫. ગંધ નામકર્મ–૨. રસ નામકર્મ–૫. સ્પર્શ નામકર્મ-૮, અગુરુલઘુ નામકર્મ–૧. નિર્માણ નામકર્મ-૧,