________________
૨૭ર
જૈન દર્શનને કર્મવાદ હરિબળ મચ્છી, પ્રત્યાખ્યાનમાં, પહેલે મત્સ્ય છોડી મુકવાને નિયમ કરે છે. પણ જીવદયાનું સ્વરૂપ સમજાયા છતાં સર્વથા મત્સ્ય નહિં પકડવાને નિયમ તે ગ્રહણ કરી શકતું નથી. એટલે નીચ કુળમાં એટલી બધી મુશ્કેલીઓ હોય છે કે ધાર્યું કરી શકાતું નથી.
માનુસારીના પાંત્રીસ ગુણે કહ્યા છે. અને બીજી રીતે શ્રાવકના એકવીશ ગુણે પણ કહ્યા છે. એકવીશ ગુણ વ્યક્તિની અપેક્ષાએ છે, અને પાંત્રીસ ગુણ કુળની અપેક્ષાએ છે. કુળના પાંત્રીસ ગુણ તથા વ્યકિતગત એકવીશ ગુણથી જે સંસ્કારી હોય, તેને ધર્મના સંસ્કાર લાગતાં વાર લાગતી નથી. પાંત્રીસ તેમજ એકવીશ ગુણયુકત માણસને ધમનું પરિણમન તુરત થાય છે. પ્રથમના સમયમાં સર્વ વિરતિ, દેશવિરતિ, તથા સમ્યક્ત્વ સ્વીકારનારા આત્માઓ હજારોની સંખ્યામાં નીકળતા હતા. તેનું કારણ તેઓ કુલાચારના ગુણેથી વિભૂષિત હતા. માર્ગાનુસારીના ગુણે એટલે માગને અનુસરનારા ગુણ. જે ગુણ વડે માર્ગને અનુસરાય તે માર્ગાનુસારીના ગુણે કહેવાય. એટલે તે ગુણથી સંસ્કારી કુલેને ઉચ્ચગેત્ર કહેવાય, તેમાં શું આશ્ચર્ય ?
ગેત્રના ભેદ એ સુસંસ્કાના પિષક છે. દરેક માનવી ઉચ્ચ થવા જ ઈચ્છે છે. અને એ ઈચ્છાની પૂતિને માટે સંસ્કારી જીવન બનાવવા પ્રયત્ન થાય છે. પરીક્ષામાં એક કલાસના વિદ્યાથીઓને પણ પાસ નંબર ઊંચે-નીચે