________________
૨૫૬
જૈન દર્શનને કર્મવાદ ય લક્ષણ રહિત અને બેડેન હોય, તે હંડક સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા ખરાબ સંસ્થાનની પ્રાપ્તિ થાય, તે હુડકસંસ્થાન નામકર્મ.
સંઘયણ અને સંસ્થાનનું નિર્માણ થવા ઉપરાંત શરીરમાં વર્ણગંધ–રસ અને સ્પર્શનું પણ અમુક ચોકકસ પ્રકારનું નિર્માણ થાય છે. અને તે ચોક્કસ પ્રકારે થતા વર્ણાદિના તે નિમણમાં કારણભૂત, વર્ણનામકર્મ, રસનામકર્મ, ગંધનામકર્મ અને સ્પર્શનામકર્મ છે. અહીં વર્ણ અને વર્ણનામકર્મને ભેદ ભુલાઈ જ ન જોઈએ.
કારણકે વર્ણ એ કાર્ય છે, અને વર્ણનામકર્મ એ તેનું કારણ છે. એ રીતે ગંધ, રસ, સ્પર્શ અંગે અને ગંધનામકર્મ, રસનામકર્મ તથા સ્પર્શનામકર્મ અંગે પણ સમજવું. કૃષ્ણ, નીલ, રક્ત, પિત્ત અને વેત એ પાંચ પ્રકાર તે વર્ણન છે.
સુરભિગધ અને દુરભિગંધ એમ બે પ્રકાર ગંધના છે. કડ, તી, તૂર, ખાટો અને મીઠે, એ પાંચ પ્રકાર રસના છે. લઘુ, ગુરૂ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને ત્રાક્ષ, એ આઠ પ્રકાર સ્પર્શના છે. તેમાં જે કર્મના ઉદયથી પ્રાણિનું શરીર કૃષ્ણ વર્ણવાળું બને, તે કર્મનું નામ કૃષ્ણવર્ણ નામકર્મ કહેવાય છે. એવી રીતે પ્રાણિના શરીરમાં જે જે પ્રકારના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નિર્માય, તે નિર્માણ થવામાં તે તે પ્રકારનું વર્ણ નામકર્મ, ગંધ નામકર્મ, રસ નામકર્મ અને સ્પર્શ નામકર્મ કારણભૂત સમજવું.