________________
પ્રકૃતિ બંધ
૨૫૩ નથી. વિવિધ પ્રાણિઓના હિસાબે વિવિય પ્રકારનાં સંઘયણું હેવા છતાં, શૂલપણે તેના છ પ્રકાર, જૈનશાસ્ત્રોમાં દર્શાવ્યા છે. એ છ પ્રકારનાં સંઘયણ થવામાં હેતભૂત, છ પ્રકારનું સંઘયણનાકર્મ” છે.
૧. વા ઋષભ નારાચ નામકર્મ –બે હાડકાને મર્કટબંધ વડે બાંધેલા હોય, તેના ઉપર અષભ એટલે પાટાના આકારવાળું હાડકું વીંટાયેલું હોય, અને એ ત્રણે હાડકાને ભેદનાર વજી એટલે ખીલીના આકારવાળા હાડકાથી મજબુત થયેલ એવું, તે વારાષભનારાચસંઘયણ છે. તેનું કારણ જે કર્મ તે વાષભનારીચ નામકર્મ.
૨. વૃષભ નારાચ નામકર્મ –માત્ર ખીલી રહિત પૂર્વોક્ત હાડની જે રચના, તે રાષભનારાચસંઘયણ છે. તેનું કારણ જે કર્મ, તે ઋષભનારા નામક છે.
૩. નારાચ નામકર્મ-જ્યાં હાડકાના બંને પાસા મર્કટ બંધથી બંધાયેલા હોય, પણ હાડને પાટો અને ખીલી ન હોય. તેવા પ્રકારની હાડની રચના, તે નારાચ સંઘયણ. તેનું કારણ જે કર્મ તે નારાચસંઘયણ નામકર્મ.
૪, અદ્ધનારીચ નામકમ-જ્યાં હાડકાંને એક પાસે મર્કટ બંધ હોય, અને બીજે પાસે ખીલી હેય, તેવા હાડની રચના, તે અદ્ધનારીચ સંઘયણ તેનું કારણ જે કર્મ, તે અદ્ધનારાચસંઘયણ નામકર્મ.
૫. કીલિકા નામકમ-જ્યાં કલિકા-ખીલી