________________
૨૧૮
જૈન દર્શન કર્મવાદ બીજી કોઈ રીતે નાશ પામે છે, તે અપ્રત્યાખ્યાનીય કષાય છે. એવી રીતે ચાર માસ પર્યરત રહેવાવાળા અને પછીથી ચાતુર્માસિક પ્રતિકમણકાળે સર્વ જીવને ખમાવતાં નાશ પામે છે, તે પ્રત્યાખ્યાનીય કષાય છે.
વળી પંદર દિવસ રહેવાવાળા અને પછીથી પાક્ષિક પ્રતિક્રમણકાળે સર્વજીવને ખમાવતાં નાશ પામે છે, તે સંજ્વલન કષાય છે.
આ પ્રમાણે સહેલાઈથી કષાની તીવ્રતા અને મંદતા પરસ્પર જણાવવા માટે આ સ્થિતિકથન હોય તેમ સંભવિત છે. અન્યથા ઉપર કહેલી સ્થિતિની સાથે કષાયને સંબંધ કોઈ રીતે ઘટી શકતો નથી.
અનંતાનુબંધી કષાય તે નરકને હેતુ, અપ્રત્યાખ્યાનીય કષાય તે તિર્યંચ ગતિને હેતુ, પ્રત્યાખ્યાનીય કષાય તે મનુષ્ય ગતિને હેતુ, સંજ્વલન કષાય તે દેવગતિને હેતુ છે. આ કથન પણ પૂર્વની માફક કષાની તીવ્રતા–મંદતા સમજાવવા વ્યવહાર નયની અપેક્ષાએ છે. કેમકે અનંતાનુબંધિ કષાયના ઉદયે વર્તતે જીવ, ચાર ગતિના આયુષ્યને બંધ કરી ચારે ગતિમાં ગમન કરે છે. પરંતુ એટલી વિશેષતા છે કે, તીવ્ર અનંતાનુબંધિ કષાયના ઉદયે વર્તતે જીવ નરકાયુષને બંધ કરી નરકગતિમાં જાય છે. અનંતાનુબંધિની આવી તીવ્રતા તે મિથ્યાત્વ અવસ્થામાં હોઈ શકે છે.
હવે અપ્રત્યાખ્યાનીય કષાયને ઉદય અવિરતિ સમ્યગદષ્ટિને પણ હોય છે. પરંતુ તે તે માત્ર મનુષ્પાયુ અને
-
.
.
-
-
-
-