________________
૨૧૬
-
1
-
-
,
કે કાકા
જૈન દર્શનને કર્મવાદ કષાયે ઉદયમાં આવે છે. માટે જ અનંતાનુબંધી કષાયે તે સમ્યકત્વના ઘાતક છે.
૨.અપ્રત્યાખ્યાનાવરણ કષાયે-સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં “અ” એટલે અલ્પ પણ, પ્રત્યાખ્યાન એટલે ચારિત્રનું આવરણ કરે, તેવા કષાયે તે અપ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. અનંતાનુબંધીય વિના અપ્રત્યાખ્યાનીય હોય તે સમ્યકત્વ તો થવા દે છે, પરંતુ લેશમાત્ર પણ ત્યાગ ન થવા દે. તે એક વર્ષ પર્યત આત્મામાં રહેવાવાળા, દેશવિરતિને ઘાત કરનાર અને તિર્યંચગતિના કારણભૂત છે. અનંતાનુબંધીની અપેક્ષાએ આ કષાયે મંદ છે.
૩. પ્રત્યાખ્યાનાવરણ કષાયે–હિંસાદિ પાપ વ્યાપારના સર્વથા ત્યાગે કરવારૂપ પ્રત્યાખ્યાનને (સર્વ— વિરતિપને) જે કષાય આવરે તે પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. આ કષાયમાં કોલ વિગેરેની લાગણી અતી તીવ્રતાવાળી નહિં હોવાથી, બહુતીવ્રતાવાળાં નવાં કમ તેનાથી બંધાતાં નથી. આમાં સાચી સમજણ અને કંઈક ત્યાગ હોય છે, પરંતુ સર્વથા ત્યાગ જીવને કરવા દેતા નથી. એટલે તે સર્વવિરતિનાઘાતક, મનુષ્યગતિના કારણભૂત અને ચારમાસ પર્યત રહેવાવાળા છે.
૪સંજવલન –આ કષાય, સમ્યફચારિત્રનું બહુ જ ઓછામાં ઓછું આવરણ કરે છે. ચારિત્રવાળા સાધુને પણ પરિષહાદિ પ્રાપ્ત થવાથી કંઈક કષાયયુક્ત કરે છે, પરંતુ તેનાથી આત્માને થોડું જ નુકસાન થાય છે. સંજવ
=
=
=