________________
આ પ્રસ્તાવનામાં દરેક પ્રકરણનું વિશેષ વિવરણ કરવા જતાં, ઘર કરતાં બારસાખ મોટું થવા જેવું થાય, એટલે ટુંકમાં દરેક પ્રકરણે મનનીય છે. ખરી રીતે આસ્તિક માત્રને કર્મવાદનું જાણવું અનિવાર્ય છે, આત્માને પોતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાની રાખનાર અને માર્ગદર્શક આવા ગ્રંથનું પઠન પાઠન આર્યકુલેમાં જરૂરી છે. અજ્ઞાનતાથી જાણે અજાણે કેટલાંય પાપકર્મો બંધાઈ જાય છે. જેનાં મહાકટુ ફળ જીવને અનેક ભ સુધી ભેગવવાં પડે છે. આ ગ્રંથ, પ્રવૃત્તિમાં વિવેક લાવનાર અને ઉપકારક છે. જેથી પ્રત્યેક ઘરમાં હોય તે કુટુંબમાં જાગ્રતી રહે.
હલકી કેટીની આધુનિક નોવેલેના શેખને છોડી, ગુણાનુરાગી જૈન જૈનેતરે કર્મવાદના આ પુસ્તકને પિતાની અને સાર્વજનિક લાયબ્રેરીમાં સંગ્રહિત કરશે તો સ્વપરના ઉપકાર માટે થશે. આપણા જૈન શ્રીમંતે કર્મવાદ જેવા ગહન વિષયને સરલભાષામાં સમજાવતા આ ગ્રંથની પુનરાવૃત્તિઓ પુનઃ પણ લેખક પાસે સુધારાવધારા પૂર્વક છપાવી આ પુસ્તકની નકલે દેશ પ્રદેશમાં બહેળે પ્રચાર કરવા માટે પોતાના દ્રવ્યોને સહકાર આપશે, તે તેઓએ જેનશાસનની મહાન સેવા બજાવી ગણાશે. આજે દ્રવ્યાનગ વિષયના લેખકે સમાજમાં બહુ અલ્પ મળી શકે છે, એટલે જે લેખકે આ વિષયના લેખનમાં બહુ જ ઉત્સાહી છે, તેમના દ્વારા થતાં આવાં પ્રકાશમાં વધુને વધુ દ્રવ્ય સહાયક થવું એ જૈન તરીકેની આપણી પ્રથમ ફરજ છે.
અંતમાં જૈન દર્શનના કર્મવાદને જાણી વિચારી સહુ કોઈ અક્ષય સુખના ભક્તા બને એજ શુભાશિષ. એજ લી. (ડહેલાવાલા) પૂજ્ય સુરેન્દ્રસૂરિજી ચરણરેણું આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ.
વૈશાખ શુકલ પ્રતિપદા
(વિ. સં. ૨૦૩૭)