________________
પ્રકૃતિ બંધ
૧૫૩ શક્તિ અને આસક્તિ જે નિંદ્રામાં હોય તેને ત્યાનગૃદ્ધિ કહેવાય છે.
તે નિંદ્રાના સદૂભાવમાં પ્રથમસંઘયણ બળવાળાને વાસુદેવના અર્ધબળ જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. તે સિવાયના સંઘયણવાળાને પણ બમણું બળ પ્રાપ્ત થાય છે. આ નિંદ્રાવાળે મનુષ્ય, નિંદ્રાવસ્થાસહિત ઊઠીને ભયંકર કામ પણ કરી નાખે છે. આવી નિંદ્રાના દાખલા શાસ્ત્રમાં ઘણાય મળી આવે છે. અને વર્તમાન કાળે પણ તેવી નિંદ્રાવાળા દાખલા સાંભળવામાં આવે છે. જે એક વખત શેરખપુરથી પ્રગટ થતા હીન્દી કલ્યાણ માસિક છાપામાં વાંચવામાં આવ્યા હતા.
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના બંધ હેતુઓ એક જ હોવાથી અને કર્મો સાથે, એક જ હેતુથી બંધાય છે. એટલે ઇન્દ્રિયની શક્તિની ન્યૂનપણે પ્રાપ્તિ પણ, એ તે બને કર્મોનું ફળ ગણાય.
એકેન્દ્રિય જીને રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્રના વિષયરૂપ લબ્ધિ અને ઉપગનું પ્રાયઃ આવરણ હોય છે. બેઇંદ્રિય જીવને ઘાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અને ઉપવેગનું, તે ઇંદ્રિને ચક્ષુ અને શ્રોત્રનાલબ્ધિ અને ઉપગનું, ચઉરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય સબંધી લબ્ધિ અને ઉપગનું આવરણ હોય છે. અને કુષ્ઠાદિ વ્યાધિ વડે પીડીત થતા શરીરની અપેક્ષાએ સ્પર્શેન્દ્રિય લબ્ધિ અને ઉપયાગનું આવરણ સર્વજીને પણ હોઈ શકે છે. વળી