SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ ૧૫૧ દર્શનાવરણીય કર્મને જ્ઞાનાવરણીયમાં ય ગણી શકાય, પરંતુ તેથી ચડતા ઉતરતા વિવિધ પ્રકારના ઉપગરૂપ ભેદને, વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે થતે ખ્યાલ ચુકાઈ જવાય. વળી તેથી સામાન્યપગ કે વિશેષેપગના આવરણ કર્મની ભિન્નતા પણ સમજી ન શકાય. | દર્શનાવરણય કહેવાથી સમજી શકાય કે સામાન્ય પગની રેધક વસ્તુ ઉપસ્થિત છે. અને જ્ઞાનાવરણીય કહેવાથી સમજી શકાય કે વિશેષેપગની રોધક વસ્તુ ઉપસ્થિત છે. | દર્શનાવરણીયકર્મના નવ ઉત્તરભેદોની વ્યાખ્યા નીચે મુજબ છે, ૧ ચક્ષુ વડે દર્શન–સામાન્ય અવબોધ તે ચક્ષુ દર્શન, તેને આચ્છાદન કરનાર તે ચક્ષુદર્શનાવરણીય કર્મ. ૨ ચક્ષુ સિવાય બાકીની ઈનિદ્ર અને મન, તે વડે દર્શન–સામાન્ય અવધ તે અચદશન. તેને આચ્છાદન કરનાર તે અચક્ષુદર્શનવરણીય કર્મ. ૩ ઇન્દ્રિયાદીની અપેક્ષા સિવાય રૂપી દ્રવ્યને સામાન્ય અવબોધ તે અવધિદર્શન, તેનું આવરણ કરનાર કર્મ તે અવધિદર્શનાવરણય કર્મ. ૪ રૂપી અને અરૂપી સર્વ દ્રવ્ય અને તેને સર્વ પર્યા ને ઈન્દ્રિયાદિની અપેક્ષા સિવાય સામાન્ય અવધ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy