________________
*.'
'*,* *
*
બીજા પ્રકરણમાં જણાવ્યાં છે. જ્યારે ત્રીજા પ્રકરણમાં “પુદ્ગલ વર્ગ શુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણુ” આજના વિજ્ઞાન અને બુદ્ધિવાદના જમાનામાં ખાસ મનન પૂર્વક જાણવા જેવી છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે છતાં, કેટલું પાંગળું, અસ્થિર અને અધુરૂં છે, તે બરાબર સમજાવવા સાથે, આજના જેવા લેબોરેટરીના વૈજ્ઞાનિક સાધન ન હોવા છતાં, અગણિત વર્ષો પૂર્વે આણું પુદ્ગલવાનું આટલું બધું સૂક્ષ્મ જ્ઞાન કઈ રીતે થયું હશે ? આત્મશક્તિ અને સર્વજ્ઞતા, ભૌતિક વિજ્ઞાન કરતાં સદા સર્વદા અનંત ગુણી બલિષ્ટ છે, એ નહિ સમજનાર, આશ્ચર્ય સાગરમાં ડુબે એમાં કાંઈ નવાઈ નથી! અધ્યાભવાદ સર્વકાળે ચઢીયાતો રહ્યો છે ને રહેવાને જ. એના વગર જગતને કદી ચોલી જ ન શકે. એ ન હોય તે વિશ્વમાં કેઈ કાળે શાન્તિ રહી શકે જ નહી. આ પ્રકરણ દઢપણે સાબિત કરે છે કે અનંત જ્ઞાનવાળા સર્વજ્ઞો વિશ્વમાં થયા જ છે. અને એમના દર્શાવેલા ભાગે પ્રયાણ કરનાર, કાલાદિ સામગ્રીને પ્રાપ્ત કરી, અંતે જરૂર સર્વજ્ઞ થઈ શકે છે. આ શ્રદ્ધા, વિવેકી વાંચકને થયા વગર નહિ રહે.
ચોથા પ્રકરણમાં સમગ્રલકના સર્વે જડ અને ચેતન પદાર્થોને છ વિભાગમાં સમાવી તેના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું જેન તત્વજ્ઞાનની દૃષ્ટિએ સુંદર નિરૂપણ કર્યું છે. પુદ્ગલપરમાણું, સ્કંધનું વર્ણન અને પરિણમનની પ્રક્રિયાને પણ ઠીક પ્રમાણમાં ચચી છે. જેથી પાંચમા પ્રકરણમાં કાર્મણ વગણાદિ પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન જીવ વડે કઈ રીતે થાય છે, તે બરાબર સમજી શકાય છે. કર્મ બાંધવાના હેતુઓ પ્રહેતુઓ સમજાવીને, છઠ્ઠા પ્રકૃતિ બંધ’ પ્રકરણમાં એ કર્મ બંધ વધુમાં વધુ આઠ વિભાગમાં કઈ રીતે વહેંચાય છે, અને તે કર્મ, ઉદયકાળે કેવા ફળોને આપે છે, તે આઠ કર્મનું સ્વરૂપ તેના પેટભેદો સાથે સૈદ્ધાતિક રીતે સમજાવ્યું છે. જે મનન પૂર્વક વાંચતાં જગતમાં -સુખ, દુઃખ, જ્ઞાન અજ્ઞાન, રોગ, જન્મ, મરણ, શુભાશુભગતી, યશ,
*
*
*