________________
-
-
પુદ્ગલ ગ્રહણ અને પરિણમન
૧૩૫ યેગ સ્થાનકે તે આત્માને નવાં નવાં કર્મોનું બન્ધન કરાવતાં હોવાથી પ્રતિસમયે અનેક પુદ્ગલસમુહ સતત રૂપથી આત્મામાં આવ્યા જ કરે છે. એ પ્રમાણે વિભાવદશામાં (કર્મથી સંબંધિત અવસ્થામાં) આત્માના વીર્યની વિપરીત પ્રવૃત્તિ વડે અસંખ્ય પુદ્ગલથી આત્મા ઢંકાઈ જાય છે. મન-વચન અને કાયા દ્વારા થતું વીર્યપ્રવર્તન તે વિપરીત પ્રવર્તન છે.
પ્રકંપિત વીર્ય દ્વારા આત્મામાં નવાં નવાં કમેને બંધ થતે જ રહે છે. પરંતુ તે સમયે કર્મનું શુભાશુભરૂપે ઉત્પન્ન થતું પરિણમન તે તે સમયે વર્તતા જીવના જ્ઞાનપગ અને દર્શને પગના આધારે જ છે. કેમકે ઉપગ વિના વીર્ય અંકુરિત થઈ શકતું નથી. માટે કર્મનું શુભાશુભપણું ઉપગના અનુસારે જ થાય છે. આ જ્ઞાનેપગ અને દર્શને પગની સમજ આગળ વિચારાઈ ગઈ છે. આ ઉપગની પ્રવૃત્તિ જ્યારે શુભ કાર્યમાં હોય છે, ત્યારે શુભ ઉપગ કહેવાય છે. અશુભ તથા અશુદ્ધ ભાવે. પ્રવૃત્તિ હોય છે, ત્યારે અશુભ યા અશુદ્ધ ઉપગ કહેવાય છે. ધર્મધ્યાનાદિ શુભમાં પ્રવૃત્તિ તે શુભ ઉપગ છે.
વિષય વાસનાદિ ઈન્દ્રિયના વિષયમાં થતી પ્રવૃત્તિ તે અશુભ ઉપયોગ છે. અને રૌદ્રધ્યાન–તીવ્ર ક્રોધાદિ, વિચાર અને વર્તન, ઈત્યાદિમાં અશુદ્ધ ઉપયોગ છે. શુભ ઉપયોગ પ્રવૃત્તિથી દેવ અને મનુષ્યની ગતિ તથા અશુભ ઉપયોગથી તિર્યંચની ગતિ અને અશુદ્ધ જ્ઞાન-દર્શને પગથી નરક