________________
- મનના નામ--
-
-
-
-
-
-
તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ
૧૧૯ રૂપ સ્કંધમાંથી જ શરીર, શ્વાસોચ્છવાસ, શબ્દ અને વિચારનું પરિણમન થઈ શકે છે. આ પરિણમનમાં મૌલિક તત્વરૂપે યોગ્યતા ધરાવતા ઔધે અતિ સૂક્ષમ છે. તેમાં રૂપ -રસ–ગંધ અને સ્પર્શ હોવા છતાં પણ તે સ્કંધ એટલા બધા સૂક્ષ્મ છે કે ઈન્દ્રિય પ્રત્યક્ષ થઈ શક્તા નથી.
છતાં પણ તે સ્ક ધસમુહમાંથી શરીરાદિરૂપે પરિણિત દશા, ઈન્દ્રિય પ્રત્યક્ષ હોવાથી તેને અસ્તિત્વ વિષે શંકા રહેતી નથી. સ્થૂલતા અને સૂક્ષમતાની દષ્ટિએ છ પ્રકારના જે પુદ્ગલ સ્કધે કહ્યા છે, તે પૈકી પાંચમે પ્રકાર સૂક્ષમ સ્કને જે કહ્યો છે, તે જ પ્રકારના સ્કમાંથી શરીરાદિનું પરિણમન થઈ શકે છે. તે કોનું વર્ણન આગળ આઠ ગ્રહણ વર્ગણ તરીકે વિચારાઈ ગયું છે.
આ પરિણમન, જીવના પ્રયત્નથી જ થાય છે. જીવનાર પ્રયત્ન વિના તે પરિણમન થઈ શકતું નહીં હોવાથી, તે પરિણમનને “પ્રયાગ પરિણમન”: કહેવાય છે. જીવ દ્વારા તેનું પરિણમન કેવી રીતે થાય છે તે, આગળ વિચારીશું. પરંતુ આ રીતે જીવદ્વારા થતા પ્રાગપરિણમનમાં કયા સાધનથી જીવ, તે તે સ્કમાંથી શરીરાદિરૂપે પરિણમન કરી શકે છે, તે પણ વિચારવું અતિ જરૂરી છે. આત્માની સાથે અમુક સ્વરૂપે પરિણમન પામેલ પુદ્ગલેના સંબંધથી જ જીવ, ઉપરોક્ત સૂક્ષ્મ પુદ્ગલ સ્કીનું શરીરાદિ રૂપે પરિણમન કરી શકે છે. તેના વિના તે થઈ શકતું નથી. સમસ્ત બ્રહ્માંડમાં શરીર, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મન