________________
अर्पणपत्रिका.
નેક નામદાર ગુણજ્ઞ શેઠ તલકચંદ માણેકચંદ
જસ્ટિસ ઓફ ધી પીસ. આપ જૈનભાઈઓની સુધરેલી સ્થિતિ જેવાને ઘણા આતુર છે, યુવાન જૈનગ્રંથકારના ગુણની ગણના કરી ગ્ય આશ્રય આપવાને અહર્નિશ અગ્રેસર છે, જેનભાઈઓની સાંસારિક તથા ધાર્મિક સ્થિતિ સુધારવાને ઘણુ કાળજી રાખે છે, કેટલીએક ખરાબ રૂઢિઓને નાશ કરવાને તથા જૈનશાસનની ઉન્નતિ કરવાને યોગ્ય મદદ આપે છે, વળી સુરત જૈન નિરાશ્રિત પંડમાં તન, મન, ધનથી મદત કરી તે કામની શરૂઆતમાં આગેવાન થયા, ઇત્યાદિ ઇત્યાદિ કારણેને લીધે પ્રીતિપૂર્વક આ મુનિરાજ ચરિત્ર સાથે આપનું મુબારક નામ જોડી રાખીને મગરૂર થઈએ છિયે.
ગ્રંથકર્તા
તથા
જૈનગ્રંથોત્તેજક મંડળી.