SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) મોદનવરિતે પણ સા विश्वासो नैव कुत्रापि राझा कार्य इति श्रुतम् ॥ तत्कथं तव देवास्ति विश्वासोऽयं मयीहशः॥१४॥ एवं सुमतिना पृष्टो-ऽन्यदा प्रोवाच नूपतिः॥ सुमते वरलब्धस्त्व-मस्मबंशपुरोधसः॥१४३ ॥ तदीहशः कथं वत्स विश्वासस्त्वयि नोचितः॥ gધા વિશ્વાસપાત્ર વરત વિશેષતઃ એક છે यद्येवं तर्हि किं गुप्तौ बाल्येऽहं निदधेऽन्वदम् ॥ विश्वस्तं नैव बधाती-त्येवं सुमतिनोदिते ॥ १४५॥ राजा प्रादोदयं वत्स विवेकस्य प्रतीदितुम् ॥ विवेकाऊदये दोषाः समुज्जन्त्येव दोषताम् ॥१४६॥ સનને ત્યાગી હોવાથી તે રાજાને ઘણો વહાલે થયો. (૧૪૧) એકવખતે સુમતિએ રાજાને પૂછ્યું કે –“હે રાજન! રાજનીતિમાં કહ્યું છે કે, રાજાએ કઈ પણ માણસ ઉપર વિશ્વાસ રાખવો નહીં, એમ છતાં તું મારા ઉપર એટલે વિશ્વાસ કેમ રાખે છે?” (૧૪૨) ત્યારે રાજાએ કહ્યું હે વત્સ! અમારા વંશપરંપરાથી થતા આવેલા પુરોહિતને દેવતાનું વરદાન મળવાથી તે પ્રાપ્ત થયો છે. વાસ્તે તારા ઉપર વિશ્વાસ રાખવો એ ઉચિત નથી કે શું? પ્રથમ પુરોહિત જે છે તે વિશ્વાસ રાખવા લાયક છે, તેમાં પણ જે વરદાનથી માન્ય હોય તેના ઉપર તો વધારેજ વિશ્વાસ રાખવો જોઈએ.”(૧૪૩–૧૪૪) તેના ઉપર સુમતિએ કહ્યું કે –“જે એમ હતું તો બાલ્યાવસ્થામાં મને ભોંયરામાં કેમ છાનો રાખ્યો હતો. કારણ કે, જેના ઉપર વિશ્વાસ હોય તે માણસને કોઈ પ્રતિબંધમાં રાખતું નથી. એવું સુમતિનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે –“હે વત્સ! તારા મનમાં વિવેક પ્રગટ થતાં સુધી તને પ્રતિબંધમાં રાખ્યો હતે.” કારણ કે, વિવેકરૂપી સૂર્યને ઉદય થાય ત્યારે દોષો પણ પોતાનું દષપણું છોડી દઇને તેજ સદ્ગુણ
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy