________________
ચંદ્રલેખાની કથા : ૬૮
[૮૧ પ્રમાણે વચને કહે છે. હે ભદ્રે ! પિતાના પૂર્વભવને જાણતી તું કેમ બોધ પામતી નથી. શ્રી શત્રુંજય તીર્થમાં પ્રથમ શ્રી ઋષભ જિનેશ્વરને આરાધના કરતી તું દુર્લલિત રાજા ઉપર ક્રોધ કરતી તે વખતે તે સમ્યગ્દર્શનના પ્રભાવથી આખા ત્રણ ભુવનને આશ્ચર્ય કરનારી બુદ્ધિથી આવી મેટી લક્ષ્મી પ્રાપ્ત કરી. આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી ચંદ્રલેખા સમ્યગ્દર્શનથી શુધ્ધ મેક્ષ પદને આપનાર શ્રાવકના તે અને નિયમને ગ્રહણ કરે છે. રાજા વગેરેને પરિવાર પણ યથાશક્તિ નિયમે ગ્રહણ કરી અને આચાર્ય મહારાજને નમસ્કાર કરી પોતાને ઘેર ગયા. ચંદ્રલેખા વૈરાગ્ય મનવાળી પર્વતિથિએ પિતાના ઘરમાં પણ વ્રત નિયમના પાલન માટે સમભાવથી પિષહવત લે છે. એક વખત નિશ્ચલ મનવાળી તે પર્વતની જેમ અચલ, અભ્યતર સર્વ શત્રુ સમૂહના દુઃખેને હણનાર કાઉસગ્ગ કરે છે. તે વખતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બે દેવીઓ નિશ્ચલ ધ્યાનમાં રહેલી તેને જોઈ સમ્યગ્દષ્ટિ દેવી કહે છે. સુર, અસુર અને કિન્નરી પણ આને ધર્મથી ચલિત કરવાને માટે સમર્થ નથી. એ પ્રમાણે સાંભળી મિથ્યાષ્ટિ દેવી કહે છે, હે સખી! મારું કાર્ય તમે જુઓ. એ પ્રમાણે કહી મિથ્યાદષ્ટિ દેવીએ તેણીને ચલિત કરવા હાથમાં કટારીને ધારણ કરનાર, મુખમાંથી નિકળતા અગ્નિની જવાલાથી વિકરાલ એવા મહા ઘેર રાક્ષસ વિમુર્થી, પર્વતને તેડતા એવા દુષ્ટ તેઓ ઉચ્ચ સ્વરે કહે છે. અરે મૂહ ! આ ધર્મને ત્યાગ કર. નહિં તે તને અમે ગળી જઈશું.