________________
૩૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ, સૂતે હવે તે એકદમ જાગે અને પાસે પુત્રને ન જોતાં
પુત્ર કયાં ગયો ? એ પ્રમાણે વિચાર કરી તેણે ચારે દિશામાં દૃષ્ટિ ફેરવી દૂરથી આવતા પુત્રને છે. તે વખતે કપટ નિદ્રા કરી સૂઈ ગયો. પુત્ર પણ આવી પિતા પાસે સૂઈ ગયો. ક્ષણ પછી તે નિદ્રાને આધીન થયો ત્યારે પિતા ઉંઘતા પુત્રને જેઈ ઉઠી જે દિશામાંથી પુત્ર આવતો દેખાયો હતે તે દિશા તરફ જાય છે. આગળ જતાં તે તઆકડાના વૃક્ષને જોઈ તે સ્થાનનું સારી રીતે નિરીક્ષણ કરે છે. તે વખતે નવી ધૂળથી ઢંકાયેલા તે પ્રદેશ જોઈ તેણે વિચાર કર્યો કે આ ભૂમિની અંદર કંઈ પણ હશે. તેથી તેણે ખોયું અને નિધિને જોયો. કંઈપણ વિચાર કરી તે નિધિને બહાર કાઢી બીજા સ્થાનમાં સ્થાપન કર્યો. પછી આવી પુરાની પાસે સૂઈ ગયો. પ્રભાતમાં જાગેલે પુરા નિધિના સ્થાનકે ગયો. નિધિ વગરને તે પ્રદેશ જેઈ તેણે વિચાર્યું કે પિતાએ આ નિધિ ગ્રહણ કર્યો હવે જોઈએ. તેથી પિતાની પાસે આવીને પૂછયું કે તમે નિધિ કયાં સ્થાપન કરે છે? તેણે કહ્યું, “હું જાણ નથી.” એ સાંભળી તેણે ફરી પણ ભય બતાવીને પૂછયું, તે પણ તેણે તે પ્રમાણે જ કહ્યું. ફરી પણ તેણે દંડને પ્રહાર કરી પૂછયું તે પણ તે કંઈ બોલ્યો નહિ. તે વખતે અનાદિ કાળથી લાગેલ અત્યંત પરિગ્રહની સંજ્ઞામાં મૂછવાળો અને તીવ્ર ધનની લેભાધતાને લીધે તેણે દંડ વડે પિતાના મસ્તક ઉપર ગાઢતર પ્રહાર કર્યો. પિતા ઘણું રેષથી ભરેલે ગાઢબૈરાનુબંધવાળે મરણ