________________
નિવારે ધનદત્તની કથા
૬૧ ધનમાં લેભાંધ છો હિતાહિતને જોતા નથી અહિં પિતા-પુત્રનું દૃષ્ટાંત લોકોને આશ્ચર્ય કરનારું છે.
નાગપુર નગરમાં ધનદત્ત નામે શેઠ હતે. તેને ધનવતી નામે સ્ત્રી અને ધનદેવ નામે પુત્ર હતે. પૂર્વના પાપ કર્મના ઉદયથી તેઓ નિર્ધન હતા. તેથી તે પિતા પુત્ર વ્યાપાર અર્થે દેશાંતર જવા પિતાના નગરથી નીકળ્યા. ગામથી ગામ ભમતા એક વખત કનકપુર નગરમાં જવા માટે ઈચ્છતા જંગલમાં આવ્યા, ત્યાં જંગલમાં રાત્રિ થઈ તેથી તેઓ એક વડલાના ઝાડ નીચે રહ્યા. મધ્યરાત્રિમાં પુત્ર લઘુશંકા કરવા માટે ઉઠી દૂર જ્યાં પેશાબ કરવા બેઠે ત્યાં શ્વેતઆકડાના ઝાડને જોઈને તેણે વિચાર કર્યો કે વિદ્વાને કહે છે કે “શ્વેત આકડાના વૃક્ષ નીચે અવશ્ય નિધિ હોય છે. તેથી તેણે તે વૃક્ષનું મૂળ છેદયું ત્યાં નિધિ જે. તેની અંદર સોના મહોરે તથા કિરણેથી દીપતે રત્નમય એક દિવ્યહાર જે. તીવ્ર ધનની લાલસામાં મેહ પામેલા તેણે વિચાર કર્યો, જે પિતાને કહીશ તે સર્વધન તે ગ્રહણ કરશે, જેથી જ્યારે કેઈપણ ન જુએ ત્યારે તેને ગ્રહણ કરીશ. એ પ્રમાણે વિચાર કરી નિધાન ઉપર ધૂળ નાખી તે સ્થાન સુવ્યવસ્થિત કર્યું. અહિં તેને પિતા જ્યાં