________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ : ૧૦૮ [ ૮૭ સચવાશે? માટે નજીક કેઈક નગરમાં જઈને આ ઘરેણા વેચી તેનું રેકડ નાણું કરી વેપારીની દુકાને જઈ પહોંચ લખાવી નિર્ભયપણે ઘરે જઈશ. એમ વિચારી તે પાસેના નગરમાં ચાલે. નગરમાં પ્રવેશ કરી બજારમાં તેવા યોગ્ય માણસની શોધ કરતે તે આમતેમ ફરતે હતે, તેવામાં દુકાને બેઠેલા પેલા સનીએ તેને જે અને વિચાર્યું કેજેણે મને કૂવામાંથી બહાર કાઢયે હતું તે જ આ બ્રાહ્મણ છે, તેવામાં તેની બગલમાં અમૂલ્ય વસ્તુઓ બાંધેલી પિટલી જોઈ, આ જોઈને તે સનીએ વિચાર્યું કે-“આ બ્રાહ્મણે દેશાટન કરતાં કાંઈક સુવર્ણાદિક ધન મેળવ્યું જણાય છે. તેથી જે તે કાંઈક વેચે તે મારું કામ થઈ જાય. આ પ્રમાણે વિચારીને તે સેની તરત જ દુકાન ઉપરથી નીચે ઉતરી બ્રાહ્મણ પાસે જઈ “અહે ! આજે મારું ભાગ્ય જાગ્યું, આજે મારે ઘેર ઓચિંતી અભિવૃષ્ટિ થઈ, આ જ મારે આંગણે કામધેનું ગાય ઓચિંતી આવી છે અને આજે મારા સર્વ મનોરથ સફળ થયા છે, કે-જેથી તમે મલ્યા.” એમ બેલતે તે સેની બ્રાહ્મણના પગમાં મસ્તક નમાવી નમસ્કાર કર્યો અને ઉઠીને હાથ જોડી વિનંતી કરવા લાગ્યો, કે “હે સ્વામિ ! મારે ઘેર પધારે, આપનાં પગલાં કરીને મારું ઘર પવિત્ર કરે !” એ પ્રમાણે શિષ્ટાચાર પૂર્વક તેને પિતાને ઘેર લઈ ગયો. મુગ્ધ બ્રાહ્મણ તેના ચાહું વચને સાંભળીને પ્રસન્ન થઈ વિચારવા લાગ્યો કે-“આ તે અત્યંત ગુણગ્રાહી જણાય છે. મારાં કરેલાં ઉપકારને ભૂલી ગયો નથી, તેથી આ ખાનદાન કુળને જણાય છે,