________________
૨૮૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ રહીશ છે, તે મારું શું અનર્થ કરી નાખવાનું છે એમ વિચારીને તે બ્રાહ્મણે સનીને બહાર કાઢયે. ત્યારે સનીએ બ્રાહ્મણને પ્રણામ કરીને કહ્યું, કે તમે મને જીવતદાન આપ્યું છે, માટે મારા પર કૃપા કરી અમુક નગરમાં અમુક શેરીમાં હું રહું છું ત્યાં આવવું, હું તમારી યથાશક્તિ ભકિત કરીશ. આ પ્રમાણે મધુરવાણું બેલીને તે તેની પિતાને સ્થાને ગયે.
હવે બ્રાહ્મણ અડસઠ તીર્થોની યાત્રા કરી પાછા ફરતાં કેટલેક સમયે તે જંગલમાં આવ્યા, દૈવયોગે વાઘે તેને જે અને ઓળખે. “આ મને જીવતદાન આપનાર મહાન ઉપકારી છે. એમ સ્મરણ કરી બહુમાન પૂર્વક પગમાં પડે. પછી તે પૂર્વે મારેલા રાજકુમારના ઘણાં જ મૂલ્યવાન અલંકારે તે બ્રાહ્મણને આપી કહ્યું. કે-“હે સ્વામિ ! અમને ત્રણેને બહાર કાઢયા પછી તે સનીને તમે બહાર કાઢયે કે નહી ? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, કે-“તે સનીએ અત્યંત દીનતાપૂર્વક વિનંતી કરી તેથી મારા મનમાં ઘણી દયા આવી તેથી મેં તેને બહાર કાઢયે. ત્યારે વાઘે કહ્યું, કે- તમે સારું ન કર્યું, પરંતુ હવે તમે તેને સંગ કરશે નહી.” એ પ્રમાણે કહી નમસ્કાર કરી તે વાઘ ગયે.
બ્રાહ્મણ પણ જિંદગીનાં દારિદ્રયને દૂર કરનાર અલંકારોને લઈને ઉત્સાહ સહિત વાઘને આશીર્વાદ આપી આગળ ચાલે. માર્ગમાં જતાં તેણે વિચાર્યું કે-આ આભૂષણે આગળ અતિ ભયાનક માર્ગમાં શી રીતે