________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ
[ ૨૫૯ સાંભળીને ગર્વ પામેલી સાસુએ અહંકાર સહિત વહુને કહેવા લાગી-“હે મુખી ! આ નગરમાં આપણાથી મેટું કેણ છે? કે જેને તું સરસવને મેરૂની ઉપમા આપે છે, માટે મેં જાણ્યું કે તુ મૂખમાં પણ મૂખ શિરામણું છે, તું અવસર અને અવસરને પણ જાણતી નથી, કદાચ કોઈ મોટો માણસ અનવસરે આપણા ઘેર આવ્યા હોય તે તેને એગ્ય સન્માન અને સત્કાર કરી વિદાયગિરી આપી પિતાના કાર્યમાં સાવધાન થાય તે જ ડાહ્યા કહેવાય છે, પણ તારા જેવા ડાહ્યા કહેવાય નહી. આ પ્રમાણે સાસુનું વચન સાંભળીને વહૂએ કહ્યું, કે-“આપે જે કહ્યું તે બરાબર છે, પરંતુ એકવાર અહીં આવે અને મારું એકવાર વચન સાંભળી પછી તમે ઇચ્છા પ્રમાણે કરજે, શા માટે ફગટ લેકને સંભળાવે છે. તે સાંભળી સાસુ કપાળ ઉપર ભ્રકુટી ચડાવી આંખે વાંકી કરી ઘરમાં આવી અને બોલી-“તું શું બબડે છે?” એ પ્રમાણે કહ્યું, ત્યારે તે વહુએ પિતાની બગલની અંદર કપડામાં રાખેલું રત્નજડિત સુવર્ણમય પાત્ર બહાર કાઢી દેખાડ્યું. તે જોતાં જ સૂર્યને ઉદય થતાં કમલની જેમ સાસુનું મુખ વિકસ્વર થવું, પ્રસન્નમય ચિત્તવાળી તેણુએ વહુને પૂછ્યું કે-“હે. પુત્રી ! આ તારા હાથમાં કયાંથી આવ્યું ?” વહુએ કહ્યું
હે પૂજ્ય ! આજે તમારા જ પુણ્યના ઉદય વડે ગંગાનદી પિતાની મેળે જ વગર બેલાવી તમારા ઘેર આવી છે, તે તમે મારા ઉપર કેમ કેપ કરે છે? તમે પુરી વાત જાણ્યા વિના મને આવા ખરાબ વચને કહ્યા તે તમારા જેવાને