________________
સ્વયંભુદત્તની કથા : ૧૦૬
[ ૨૪૩
અને પિતાના દેહમાં પણ રાગ કર નહિ? કારણ કે રાગ એ અનર્થોનું મૂળ છે. તે વખતે સ્વયંભુદત્ત “આપની હિત શિક્ષા ઈચ્છું છું’ એ પ્રમાણે કહી ગુરૂ ભગવંતની વાણીમાં અત્યંત રાગવાળા પરમ પદને માટે તેણે અનશન સ્વીકાર્યું. તે વખતે તેના પુણ્ય પ્રભાવથી ખેંચાયેલા નગરના લકે તેનું અનશન જાણે તેમનું પુજન અને સત્કાર કરે છે. હવે પૂર્વે તેનાથી છુટા પડેલે સુગુપ્ત નામે નાનભાઈ ભમતે તે જ પ્રદેશમાં આવ્યું. તે વખતે એક દિશા તરફ મુનિના વંદન માટે નગરના લેકોને જાતા જોઈ એણે કોઈને પૂછ્યું કે આ સર્વ લેકો આ બાજુ કયાં જાય છે? એક માણસે કહ્યું અહિંયા આહારા પાણીને ત્યાગ કરી કઈ મહામુનિ પ્રત્યક્ષ ધર્મના મહાનિધિની જેમ રહેલા છે. તેથી તીર્થની જેમ તેને વંદનને માટે નગરના લેકે જાય છે. તે સાંભળી સુગુપ્ત પણ કુતૂહલથી લેકની સાથે સ્વયંભુદત્ત સાધુને જોવા માટે તે પ્રદેશમાં આવ્યો.
હવે તે મુનિનું રૂપ જોઈ આ મારો બધુ છે એમ પિતાના બધુને ઓળખી મોટેથી પિકાર કરી રુદન કરતે આ પ્રમાણે કહેવા લાગે, હે ભાઈ! સ્વજન વત્સલ! કઈ માયાવી સાધુ વડે તું છેતરાયે લાગે છે જેથી અત્યંત દુર્બલ શરીરવાળા તમે આવી અવસ્થાને પામ્યા છે. હવે પણ જલ્દી આ પાખંડપણનો ત્યાગ કરે અને આપણે પિતાના દેશમાં જઈએ. તમારા વિયોગથી મારું હૃદય ટુકડા થઈ જાય છે. આ પ્રમાણે ભાઇનું વચન સાંભળી તે સ્વ