________________
૨૨૨ ]
: પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ધર્મદેશના સાંભળે છે. તે વખતે દેશનાને અંતે અંબડ શ્રાવક ભક્તિથી ભગવંતને નમસ્કાર કરી કહ્યું, કે-હે નાથ ! હાલમાં મારે રાજગૃહી નગરીમાં જવાની ઈચ્છા છે. તે વખતે ભગવંતે કહ્યું, “હે દેવાનુપ્રિય ! ત્યાં ગયેલા તમારે નાગસારથીની પ્રિયા સુલસા શ્રાવિકાને અમારો ધર્મલાભ આપ. તે વખતે તે અંબડ શ્રાવક ભગવંતના વચનને સ્વીકાર કરી આકાશમાર્ગે રાજગૃહ નગરમાં ગયે. પહેલા તે સુલતાના ઘરના દ્વારે ક્ષણમાત્ર ઉભું રહી આ પ્રમાણે વિચાર કરવા લાગે, જેને ત્રિલેકનાથે ધર્મલાભ કહેવડાવ્યા તે સુલસા કેવા પ્રકારની દઢધમી હશે? હું એની પરીક્ષા કરૂં? આ પ્રમાણે વિચાર કરી વૈકિય લબ્ધિથી જલ્દી બીજું રૂપ કરી તેણીના ઘરમાં પ્રવેશ કરી સુલસા પાસે ભીક્ષા માગવા લાગે. પણ તે “સુપાત્ર વિના બીજા કેઈને ધર્મ બુદ્ધિથી આહાર વગેરે આપવા નહિ આ પ્રમાણે પિતે પૂર્વે કરેલી પ્રતિજ્ઞાને સ્મરણ કરતી. માગતા એવા તેને પિતાના હાથ વડે ભિક્ષા આપી નહિ. ત્યાર પછી તે તેણીના ઘરમાંથી નીકળી નગરની બહાર પૂર્વ દિશામાં “ચાર હાથવાળા, જોઈ અને અક્ષમાલાથી શાભિત, હંસ વાહનવાળા અને સરસ્વતી સહિત કમલના આસન ઉપર બેઠેલા, લાલવર્ણવાળા આવા પ્રકારનું સાક્ષાત્ બ્રહ્માનું રૂપ ધારણ કરી ચારે મુખોથી વેદ વાણીને પ્રગટ કરતા ત્યાં રહ્યા. તે વખતે અહે આજ નગરની બહાર પૂર્વ દિશામાં સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે, આ પ્રમાણે લેકેને મુખથી સમાચાર સાંભળી નગરના કેટલાયે લોકે તેની ભક્તિથી કેટલાક કૌતુક જેવા