________________
સુલસા શ્રાવિકાની કથા : ૧૦૪
| [ ૨૧૯ એવા તેઓના મળ-મૂત્ર વગેરે અશુદ્ધિ કેણ સાફ કરશે? તે કારણથી આ સર્વ ગુટિકાઓ બધી ભેગી કરી ભક્ષણ કરૂં. જેથી બત્રીસ લક્ષણવાળે એક જ પુત્ર થાય, આ પ્રમાણે વિચાર કરી તેણીએ તે જ વખતે બધી ગુટિકાનું ભક્ષણ કર્યું, પરંતુ દૈવ યોગે તેણીની કુક્ષિમાં એક જ કાળે બત્રીશ ગર્ભ ઉત્પન્ન થયા. તેથી તે ગર્ભને મહાભાર ઉપાડવા અસમર્થ તે સુલસાએ કાઉસગ કરી તે દેવને યાદ કર્યા. તે વખતે તે દેવે સ્મરણ માત્રથી જલ્દી ત્યાં આવી, આ પ્રમાણે કહ્યું,“શા માટે તેં મને યાદ કર્યો? તે સુલસાએ પિતાને સર્વ વૃત્તાંત કહ્યો. ત્યાર પછી દેવે કહ્યું, “હે ભદ્ર! તે સારું ન કર્યું, પણ હવે તમને અમેઘ શકિત ધારણ કરનારા બત્રીશ પુત્રે થશે. પરંતુ તે બત્રીશે પુત્ર સમાન આયુષ્યવાળા હોવાથી સાથે જ મરણ પામશે. વળી તેને જે ગર્ભની પીડા થશે તે પીડાને હું દૂર કરીશ. તમારે ખેદ કરે નહીં આ પ્રમાણે કહી તેની પીડાને દૂર કરી તે દેવ પિતાને સ્થાને ગયે.
આ બાજુ સુલસા પણ સ્વસ્થ દેહવાળી થયેલી સુખથી ગર્ભને ધારણ કરતી, પૂર્ણ સમયે બત્રીસ લક્ષણથી યુકત બત્રીસ પુત્રને જન્મ આપ્યો. નાગ સારથીએ પણ મેટા આડંબરપૂર્વક તેને જન્મ મહોત્સવ કર્યો. તેઓ કમે કરી વધતા યુવાવસ્થાને પામ્યા. તે વખતે શ્રેણિક રાજાને જીવિતની જેમ હંમેશા તે સર્વ પાસે રહેનારા સેવક થયા. એક વખત શ્રેણિક રાજા પૂર્વે આપેલા સંકેત પ્રમાણે ચેટક રાજાની પુત્રી સુષ્ઠાને ગુપ્ત રીતે લાવવા માટે