________________
૨૦૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આ પ્રમાણે સત્ય છે ? દમસર મુનિએ કહ્યું-એ પ્રમાણે જ છે. ત્યાર પછી ભગવંતે કહ્યું કે હે દમ સાર! તું ભવ્ય છે, અભવ્ય નથી. વળી ચરમ શરીરી છે અને તેને કેવળજ્ઞાન આ પ્રહરના મધ્ય ભાગમાં થાય એવું છે, પરંતુ કપાયના ઉદયથી તેમાં વિલંબ થશે. દમસાર મુનિએ કહ્યું કે હે ભગવંત! હું કષાયને ત્યાગ કરીશ. ત્યાર પછી તે ત્રીજી પિરિસિમાં તે મુનિ, ભગવંતની આજ્ઞા લઈને માસક્ષમણને પારણે ભિક્ષા માટે સાડાત્રણ હાથે પ્રમાણે ભૂમિમાં દષ્ટિ રાખી ઈરિયાવહિયા વડે જવાની ભૂમિને બરાબર જોતા જ્યાં ચંપાનગરી છે ત્યાં આવ્યા. તે વખતે માથા ઉપર સૂર્ય ઉગ્ર તપે છે. પગની નીચે ગ્રીષ્મ ઋતુના તાપથી તપેલી રેતી અગ્નિની જેમ પ્રજવળે છે, તેની પીડાથી વ્યાકુલ થયેલા મુનિએ નગરના દરવાજે ઉભા રહી વિચાર કર્યો કેહાલમાં ઘામ અને તાપ દુસહ છે, જે કોઈપણ અહિંયા નગરમાં રહેનાર માણસ મળે તે તેને નજીકના માર્ગ પૂછું. તે વખતે કોઈ મિથ્યાદષ્ટિ અજ્ઞાની મનુષ્ય કાંઈપણ કાર્ય કરવા માટે જતે ત્યાં આવ્યું, પણ તે સન્મુખ મળેલા મંગલભૂત એવા સાધુને જોઈ “મને અપશુકન થયું” એ પ્રમાણે વિચાર કરતે નગરના દ્વારે ઉભે. તે વખતે મુનિ ભગવંતે મિદષ્ટિને પૂછયું, હે ભદ્ર! આ નગરમાં કયા માર્ગ વડે નજીકમાં ઘરો આવે છે? તેણે વિચાર્યું કે આ મુનિ નગરનું સ્વરૂપ જાણતા નથી. તેથી હું તેને મહાદુઃખમાં પાડું. જેથી મને અશુભ શુકનનું ફળ થાય નહિ. આ પ્રમાણે વિચાર કરી તેણે કહ્યું- હે મુનિ! આ