________________
દસાર મુનિની કથા
૧૦૨
દમસાર રષિએ પ્રાપ્ત થતું કેવળજ્ઞાન ક્રોધથી, ગુમાવ્યું પરંતુ ઉપશમભાવથી તે ફરી પાછું મેળવ્યું.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કયંગલા નામની નગરી છે. ત્યાં સિંહરથ નામે રાજા છે. તેને સુનંદા નામે પટરાણી છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલે દમસાર નામે પુત્ર છે. તે બાળપણમાં બહોતેર કળામાં નિપુણ અને માતાપિતાના હૃદયને આનંદ આપનાર અતિ પ્રિય છે. યુવાન અવસ્થામાં પિતાએ વિશિષ્ટ રાજકન્યાની સાથે પાણિગ્રહણ કરાવી તેને યુવરાજ પદે સ્થાપન કર્યો. હવે તે સુખ પૂર્વક કાલ વિતાવે છે. એક વખત તે નગરના સમીપના પ્રદેશમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. એ સમવસરણની રચના કરી. પર્ષદા ભેગી થઈ. તે વખતે સિંહ રથ રાજા પણ પુત્ર અને પરિવાર સહિત મહાઅધિથી ભગવંતને વંદન માટે ગયા. છત્ર ચામર વિગેરે રાજ્યના ચિન્હોને દૂર મુકી પરમાત્માને ત્રણ પ્રદિક્ષણા કરી પરમ ભક્તિથી વંદન કરી ઉચિત સ્થાને બેઠા. ભગવંતે મનુષ્ય અને દેવેની પર્ષદામાં ધર્મદેશના આપી. પર્ષદા પોત પોતાના સ્થાને ગઈ. ત્યાર પછી ભગવંતને દમસારકુમાર નમસ્કાર કરી વિનયથી કહે છે- સ્વામિ! આપે કહેલે સર્વ વિરતિધર્મ મને ગમે છે, આથી હું આપની પાસે સંયમ ગ્રહણ કરીશ.